Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

જુહાપુરામાં કાળુ ગરદન ગેંગનો વિડિઓ વાયરલ ધાબા પર તલવાર સાથે ડાન્સ કરી રહ્યા છે યુવકો

સ્થાનિકોમાં પોતાનો ખૌફ જમાવવા અને ડરાવવા માટે કાલુ ગરદનની ગેંગએ વીડિયો વાયરલ કર્યો

અમદાવાદ :  જુહાપુરાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં કાલુ ગરદનની ગેંગનો કહેવાતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ધાબા પર ડાન્સ કરી રહેલા ઈસમોના હાથમાં હથિયારો દેખાઈ રહ્યા છે

જુહાપુરામાં મિલ્કતોને લઈ પહેલાથી લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સુલતાન ગેંગ, કાલુ ગરદન ગેંગ , અમીન મારવાડી ગેંગ , અઝહર કેટલી ગેંગ અને નજીર વોરા ગેંગ સહિત અનેક ગેંગો સક્રિય છે. જેમાંથી ઘણી ગેંગના સભ્યો અને તેમના આકાઓ સામે પોલીસે સખ્ત કાર્યવાહી કરીને તેમને કાયદાનું ભાન પણ કરાવ્યું છે. જો કે, કેટલીક ગેંગના સભ્યો હજી પણ જુહાપુરામાં સક્રિય છે અને તેઓ છાશવારે જુહાપુરામાં અસામાજિક પ્રવુત્તિને અંજામ આપી રહ્યા છે

જો કે, થોડાક દિવસો પહોલા જ અમીન મારવાડી નામના શખ્સનો વીડિયો વાયરલ થયો હતો, જેમા અમીન મારવાડીએ હવામાં ફાયરિંગ કરી હતી અને તે પોતે ડોન હોવાની વાત કરી રહ્યો હતો. તેની સામે એક વેપારીને ધમકાવી 5 લાખની ખંડણી માંગવાનો કેસ પણ દાખલ થયો હતો. જેથઈ સરખેજ પોલીસે અમીન મારવાડી અને તેનો સાગરિત સમીર પેંદીની ધરપકડ કરી હતી

અમદાવાદ ના જુહાપુરા વિસ્તાર માં કાલુ ગરદન નામનો વ્યક્તિ અનેક વાર વિવાદોમાં આવી ચુક્યો છે, મારપીટ અને મડર જેવા કેસો તેના પર ચાલી રહ્યા છે. ત્યારે હવે કથીત રીતે કાલુ ગરદનની ગેંગનો જ કહેવાતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં હાથમાં હથિયારો લઈને ડાન્સ કરતા બે ઈસમો દેખાય રહ્યા છે . સ્થાનિકોમાં પોતાનો ખૌફ જમાવવા અને ડરાવવા માટે કાલુ ગરદનની ગેંગએ વીડિયો વાયરલ કર્યો હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યું છે. કાલુ ગરદન અને તેની ગેંગનો જુહાપુરા વિસ્તારમાં સ્થાનિકોને હેરાન કરવામાં અને મારપીટ કરવામાં અનેક વાર વિવાદ ઉભો થયો છે

(8:00 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,146 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,07,01,427 થઇ :એક્ટિવ કેસ 1,70,835 થયા: વધુ 13,930 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,72,258 થયા :વધુ 111 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,862 થયા access_time 1:05 am IST

  • લખનૌના દારુલ ઉલુમ ફિરંગી મહેલમાં 72 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો : ભારતના રાષ્ટ્રગીત સાથે ત્રિરંગો લહેરાયો : મુસ્લિમ ધર્મગુરુ મૌલાના ખાલિદ રસીદ ફિરંગીએ ધ્વજ વંદન કરાવ્યું : દેશના વિકાસમાં મદ્રેસાઓનું મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું access_time 6:59 pm IST

  • ક્રિકેટના દાદા ફરી હોસ્પિટલમાં : બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા, ૨ જાન્યુઆરીઓ આવ્યો હતો હ્લદયરોગનો હુમલો access_time 3:09 pm IST