Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

મહેમદાવાદ તાલુકાના કેસરામાં નજીવી બાબતે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું : સામસામે હુમલામાં એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મહેમદાવાદ: તાલુકાના કેસરાની નાની મુવાડીમાં રફીકમીયાં ધુળાભાઈ મલેક પોતાના પરિવાર સાથે રહે છે. ગતરોજ બપોરના સમયે રફીકમીયાંનો પુત્ર હનીફ ગામના અન્ય બાળકો સાથે અબ્બાસભાઈ રહીમભાઈ મલેકના ખેતરમાં રમવા માટે ગયો હતો. તે વખતે અબ્બાસભાઈના પુત્રએ ખેતરમાં રમતાં હનીફ તેમજ અન્ય બાળકો સાથે ઝઘડો કર્યો હતો.

જે બાદ બપોરે થયેલા ઝઘડા અંગે વાતચીત કરવા માટે અબ્બાસભાઈ મલેકે સાંજના સમયે હનીફના પિતા રફીકમીયાં ધુળામીયાં મલેકને ફોન કરી સેવાપુરા નળીયામાં બોલાવ્યાં હતાં. જ્યાં હાજર અબ્બાસભાઈ તેમજ ઈમરાનભાઈ અબ્બાસભાઈ મલેક, સબીરાબેન અબ્બાસભાઈ મલેક અને બાબુભાઈ રહીમભાઈ મલેકે ગમેતેમ અપશબ્દો બોલી રફીકમીયાં સાથે બોલાચાલી કરી હતી. ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાઈ ગયેલા ચારેય જણાંએ ભેગા મળી રફીકમીયાંને લોખંડની પાઈપ તેમજ લોખંડની ટોમીથી મારમારી ઈજા પહોંચાડી હતી.

(5:38 pm IST)