Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

માલપુરના ગોવિંદપુરમાં પરિણીતા પર ત્રાસ ગુજારનાર પતિ સહીત ત્રાસવાદ સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

માલપુર:તાલુકાના ગોવિંદપુર ગામે પરણાવેલી પરણીતાને પતિ સહિત સાસુ,સસરા અને નણંદ સહિતનાઓ દ્વારા મારઝૂડ કરી શારિરીક અને માનસિક ત્રાસ અપાતાં આ ત્રસ્ત મહિલાએ ચાર સાસરીયા વિરૂધ્ધ માલપુર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.માલપુર પોલીસે આ ચારેય સાસરીયા વિરૂધ્ધ ઈન્ડીયન પીનલ કોડની જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

માલપુર તાલુકાના ભોલા ભાઠોડા ગામની 19 વર્ષિય યુવતીને ભાઈના સાટામાં તાલુકાના ગોવિંદપુર ગામે સામાજિક રીત રીવાજો મુજબ પરણાવાઈ હતી. લગ્ન જીવનના શરૂઆતના બે વર્ષ દરમ્યાન પતિ સહિતના સાસરીયાઓ આ પરણીતાને સારૂ રાખતા હતા. પરંતુ આ મહિલાની કુખે દીકરીએ જન્મ લેતાં જ સાસરીયાઓેએ પોત પ્રકાશ્યું હતું અને  અવાર નવાર આ પરણીતાને મારઝૂડ કરી માનસિક અને શારિરીક ત્રાસ અપાતો હતો. આ પરણીતાના સાસુ, નણંદ અને જેઠના દિકરા કે જેઓ એક જ ઘરમાં સૌ સાથે રહેતા હતા. તેઓની ચઢામણીથી પતિ પણ વારંવાર આ પરણીતાને ત્રાસ આપતો હતો.

(5:36 pm IST)