Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

ગુજરાતની કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયની છાત્ર સંઘની ચૂંટણીમાં એબીવીપીનો કરુણ રકાસ:તમામ પાંચેય બેઠકોમાં પરાજય

લેફ્ટ અને એનએસયુઆઈએ ચાર સીટો પર જ્યારે એક સીટ પર અપક્ષ છાત્રની જીત

અમદાવાદ : ગુજરાતની કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં છાત્ર સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના છાત્રસંઘ એકંમ એબીવીપીને મોટો ઝટકો લાગ્યો છે. અહીં થયેલી ચૂંટણીમાં એબીવીપીને બધી પાંચ સીટો પર હારનો સામો કરવો પડ્યો છે

 છાત્રસંઘ ચૂંટણીમાં લેફ્ટ સંગઠન અને એનએસયુઆઈએ જીત મેળવી છે. અહીં લેફ્ટ તેમજ એનએસયુઆઈએ ચાર સીટો પર જીત મેળવી છે જ્યારે એક સીટ પર અપક્ષ છાત્રએ જીત મેળવી છે. આ બધી પાંચ સીટો પર એબીવીપી ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે અહીં બધી પાંચ સીટો પર ચૂંટણી શુક્રવારે થઈ હતી

બિરસા આંબેડકર ફૂલે સ્ટુડન્ટ્સ એસોસિએશન, સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઈન્ડિયા અને ધ લેફ્ટ ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ફેડરેશને એક-એક સીટ પર જીત મેળવી છે જ્યારે એનએસયુઆઈએ એક સીટ પર જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે એનએસયુઆઈ કોંગ્રેસની છાત્ર વિંગ છે.

 યુનિવર્સિટીના 11માંથી પાંચમાં સ્કૂલ ચૂંટણી કરાવવા ગયા હતા, જેમાં સ્કૂલ ઑફ લેંગ્વેજીઝ, ઈન્ટરનેશનલ રિલેશન્સ, લાયબ્રેરી સાયન્સ, એનવાયરમેન્ટલ અને સોશિયલ સાયન્સમાં આ ચૂંટણી કરાવવામાં આવી હતી. વળી, ચૂંટણીમાં મળેલી હાર બાદ એબીવીપીએ નિવેદન જારી કરીને આરોપ લગાવ્યો છે કે વિશ્વવિદ્યાલયોએ પોતાના જ નિયમુ ઉલ્લંઘન કર્યુ છે, વિશ્વવિદ્યાલયે લેફ્ટ સંગઠનોને ચૂંટણી જીતવામાં મદદ કરી છે.

(12:14 pm IST)