Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં મહેંદી ભરેલ હાથે યુવતીએ પ્રેમીસાથે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

છોટાઉદેપુર:જીલ્લાના બોડેલી તાલુકાના તોરણ્યા ગામે પ્રેમી યુગલે ગામની સીમમાં ઝાડ પર દોરડુ બાંધીને ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે મામાના ઘરે રહીને ઉછરેલી યુવતી તેનાથી ચાર વર્ષ નાના સગીર યુવાનના પ્રેમમાં હતી.બીજી તરફ મામાએ તેના લગ્ન સમાજના અન્ય યુવાન સાથે નક્કી કરી દીધા હતા. જોકે યુવતી અન્ય કોઈની સાથે લગ્ન કરવા માંગતી ન હતી.જે દિવસે ઘરમાં લગ્ન હતા તે જ દિવસે યુવતીએ હાથમાં મહેંદી અન શરીર પર પીઠી ચોળેલી હાલતમાં પોતાના પ્રેમી સાથે ગળે ફાંસો ખાઈને મોત વ્હાલુ કરી દીધુ હતુ. આ ઘટનાના પગલે ગામમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. ઘરમાં વાગતા શરણાઈના સૂર માતમમાં ફેરવાઈ ગયા હતા.
 

(5:42 pm IST)