Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

સુરતના કતારગામમાં રસ્તા પ્રશ્ને મહિલાઓ મેદાને : ધારાસભ્યને રજૂઆત છતાં રસ્તો નહીં બનતા મહિલાઓમાં રોષ :સોસાયટીના માર્ગમાં રોડા નાખીને હાય હાયના સૂત્રો પોકાર્યા

સુરત;અહીંના કતારગામમાં સોસાયટીના રસ્તા પ્રશ્ને મહિલાઓ માદાને પડી છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહિ આવતા મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો સોસાયટીનો રસ્તો નહિ બનતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને મહિલાઓએ સોસાયટીના રસ્તા પર રોડા નાખી રોષ ઠાલવ્યો છે. સોસાયટીમાં રસ્તો બનાવવાના મામલે મહિલાઓ અગાઉ ધારાસભ્યને રજૂઆત કરી ચુકી છે. જોકે તેમ છતાં પણ રસ્તો બનવાનું કામ ન થતા મહિલાઓમા રોષ છે. મહિલાઓએ મહાનગર પાલિકા હાય હાયના નારા પણ લગાવ્યા હતા

 

(12:40 pm IST)