Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ગાંધીનગરના કલોલમાં પરિણીતા પાસે બીભત્સ માંગણી કરી ત્રાસ ગુજારનાર નરાધમ જેઠ વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર: જિલ્લાના કલોલમાં રહેતી યુવતિને કડી ખાતે પરણાવવામાં આવી હતી હતી જયાં તેના જેઠ દ્વારા બિભત્સ માંગણી કરીને શારીરિક અડપલાં પણ કરવામાં આવતાં અંગે પરિવારજનોને જાણ કરવામાં આવતાં યુવતિના ચરિત્ર ઉપર શંકા કરી અવારનવાર તેની સાથે ઝગડા કરીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી કંટાળીને પરિણીતાએ તેના પતિ અને જેઠ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. 

ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કલોલના કલ્યાણપુરા ખાતે રહેતી યુવતિના લગ્ન ૨૦૧૦માં કડી મુકામે સમાજના રીતરિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. જે લગ્ન જીવનથી તેમને એક પુત્રનો પણ જન્મ થયો હતો. ત્યારે થોડા સમય પહેલા પરિણીતાના જેઠ દ્વારા અવારનવાર તેના રૃમમાં આવીને શારિરીક અડપલાં કરવામાં આવતા હતા તેમજ બિભત્સ માંગણી પણ કરવામાં આવી હતી. અંગે પરિણીતાએ તેના સાસુ અને સસરા તેમજ પતિને જાણ કરતાં તેમણે જેઠનો પક્ષ લઈને પરિણીતાના ચરિત્ર ઉપર શંકા કરી હતી. અવારનવાર ખોટો વહેમ રાખીને ઝગડા કરવામાં આવતા હતા. તેમજ જેઠ દ્વારા પતિને ચઢામણી કરવામાં આવતાં પતિ દ્વારા તેમને મારઝુડ કરવામાં આવતી હતી. જેથી કંટાળી અંગે પરિણીતાએ તેના માતા-પિતા અને ભાઈને જાણ કરી હતી જેથી તેઓ તેને તેમના ઘરે કલોલ લઈ આવ્યા હતા. બાદમાં સમાધાન લેખ તૈયાર કરી વંચાયા વગર તેમાં સહીઓ કરાવી લીધી હતી અને કલોલ ખાતે આવી પરિણીતાને મારઝુડ કરી છુટાછેડા આપી દેવા માટે ગડદાપાટુનો માર માર્યો હતો ત્યારે પરીણીતાના માતાપિતા અને ભાભી વચ્ચે પડતાં વધુ મારમાંથી બચાવી લેવાઈ હતી. જેથી અંગે કંટાળીને પરિણીતાએ કલોલ શહેર પોલીસમાં જેઠ અને પતિ વિરૃધ્ધ ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

(5:56 pm IST)