Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

વડોદરાના રેલવે સ્ટેશનની પાછળ હોટલમાં સેક્સ રેકેટ ચલાવનાર માલિકની બાતમીના આધારે ધરપકડ

વડોદરા: રેલવે સ્ટેશનની પાછળ આવેલી હોટલ મમતામાં ચાલતા દેહવિક્રયના ધંધા પર પોલીસે ડમી ગ્રાહક મોકલીને પર્દાફાશ કર્યો છે. પોલીસે હોટલના મેનેજર અને દલાલ વિરૃધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, રેલવે સ્ટેશનની પાછળ આવેલી મમતા હોટલમાં દેહવિક્રયનો ધંધો ચાલે છે. હોટલનો મેનેજર અને એજન્ટ ભેગા મળીને બહાર ગામથી  કોલગર્લ બોલાવી પોતાની હોટલમાં રાખે છે. અને હોટલની રૃમમાં જ ગ્રાહકનો સંપર્ક કરી  બોલાવી અનૈતિકધામ ચલાવે છે. જેથી પોલીસે ડમી ગ્રાહક ઊભો કરી એજન્ટ મારફતે  કોલગર્લ પાસે મોકલ્યો હતો. કોલગર્લ ડમી ગ્રાહકને  લઈને રૃમમાં ગયા પછી  ગ્રાહક તરફથી સૂચિત ઈશારો મળતા પોલીસની ટીમે  હોટલ પર દરોડો પાડયો હતો. કોલગર્લને ઝડપી લીધી હતીપોલીસે હોટલના માલિક કમ મેનેજર સુમિત કૃષ્ણચંદ મિશ્રા (રહે.મમતા હોટલ મૂળ રહે. ગળસર પાળગામ જિ.સંતકબીર યુ.પી.) તેમજ એજન્ટ જીજું કે ફિલીપભાઈ (રહે. રાજારામ સોસાયટી,  શિવાજી ચોક, મુજમહુડા)ની સામે ઈમમોરલ ટ્રાસ્ફિગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ સયાજીગંજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.

(5:54 pm IST)