Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ઓએલએકસ ઉપર ખરીદી ખરીદી કે વેંચાણમાં ધ્યાન રાખજોઃ સુરતનાં વ્યકિતના ખાતામાંથી ભેજાબાજે રૂપીયા ઉપાડી લીધા

સુરત : શહેરનાં અલથાણ ભીમરાડ કેનાલ રોડ વિસ્તારમાં હેતા વેપારીના પુત્ર દ્વારા OLX પર લેપટોપ વેચાણમાં મુકાયાનું ભારે પડ્યું હતું. ભેજાબાજે 29 હજારમાં ખરીદવાનું નક્કી કરી પહેલા રૂપિયા 10નો QR ખોડ સ્કેન કરાવી વિશ્વાસમાં લીધા બાદ ચાર તબક્કામાં ક્યુઆર કોર્ડ મોકલીને સ્કેન કરાવી ખાતામાંથી રૂપિયા 96,999 ટ્રાન્સફર કરીને ઉપાડીને છેતરપિંડી કરી હતી. અલથાણ ભીમરાડ કેનાલ રોડ નેસ્ટ વૂડ એપાર્ટમેન્ટમાં રહેતા 35 વર્ષીય ભાવેશ મનજીતભાઇ બારોટ શ્રીજી ટેક્નોક્રેસ્ટ નામના ઇલેક્ટ્રીકલ ઇક્વિપમેન્ટ અને સેફ્ટી પ્રોડક્ટનો વેપાર કરે છે.

ભાવેશભાઇના પત્ની રાજકમલબેન એસ.બીઆઇની અલથાણ બ્રાન્ચમાં ખાતુ ધરાવે છે. તેનો મોબાઇલ નંબર PAYTM સાથે લિંક કરેલો હતો. તેમના પુત્ર આરુષ ગત્ત 10 ડિસેમ્બરના રોજ તેના મોબાઇલ પરથી ઓએલએક્સ લેપટોપ વેચવાની જાહેરાત મુકી હતી. જે જાહેરાત જોઇને બે દિવસ પછી એટલે કે 12 મી ડિસેમ્બરનાં રોજ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી પોતે પલસાણામાં રહેતા હોવાનું કહીને લેપટોપ લેવા માટે ઇચ્છા વ્યક્ત કરી હતી. લેપટોપનો ભાવ 29 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો.

જો કે અજાણ્યા વ્યક્તિએ પહેલા 10 રૂપિયાનો ક્યુઆર કોડ વોટ્સએપ પર મોકલી સ્કેન કરવાનું કહેતા આરુષે તેની માતા રાજકમલબેન મોબાઇલથી કોડ સ્કેન કરતા તેના એકાઉન્ટમાં 10 રૂપિયા જમા થયા હતા. આ પ્રકારણે અજાણ્યાઓ પહેલા આરુષને વિશ્વાસમાં લીધો હતો. સાંજે લેપટોપ લેવા આવશે પરંતુ પેમેન્ટ અત્યારે કરવા ઇચ્છે થેમ જણાવ્યું હતું. 29 હજાર લખેલા ક્યુઆર કોડ મોબાઇલનાં વોટ્સએપ પર મોકલ્યો હતો. જે ક્યુઆર કોડ આરુષે તેની માતાના મોબાઇલ કે જેમાં પેટીએમ એક્ટીવ હોય જેમાં સ્કેન કરતા ખાતામાંથી રૂપિયા 29 હજાર કપાઇ ગયા હતા. જો કે ત્યારે રાજકમલબેનનાં ખાતામાંથી પૈસા કપાયા હોવાનો કોઇ મેસેજ આવ્યો નહોતો. દરમિયાન અજાણી વ્યક્તિએ ખાતામાંથી રૂપિયા કપાયા નથી તેથી હું ફરી ક્યુઆર મોકલુ તેમ કહી બીજો ક્યુઆર મોકલ્યો હતો.

આ સ્કેન કરતા ફરી ખાતામાંથી તબક્કાવાર રીતે વધુ બેવાર રૂપિયા 29 હજાર અને 10 હજાર રૂપિયા મળીને કુલ ચાર તબક્કામાં 96,999 રાજકમલબેનનાં ખાતાથી ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા. ખાતામાંથી પૈસા ડેબીટ થયાનો મેસેજ  દસેક મિનિટ બાદ આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ભાવેશભાઇ બારોટની ફરિયાદ લઇને તપાસ હાથ ધરી છે. 

(5:40 pm IST)