Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ડુંગરી પોલીસનો સપાટો : એકસામટા 20 દારૂના અડ્ડા પર દરોડા : માલવણની મહિલા ઝડપાઇ : બુટલેગરોમાં ફફડાટ

વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાએ 31મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની નાબુદી માટે પોલીસ મથકોને એક સાથે દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવાની સૂચના:ડુંગરી પીએસઆઇ જયદિપસિંહ રાજપૂતે તેમના પોલીસ મથકના હદ વિસ્તારના કુલ 20 દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા

(કાર્તિક બાવીશી દ્વારા )31મી ડિસેમ્બર નજીક આવતા દારૂનો વેપલો વધી જતો હોય છે. જેને ડામવા ડુંગરી પોલીસે સાગમટે દારૂના 20 અડ્ડા પર દરોડા પાડ્યા હતા. જેમાં તેમને 3 સ્થળોએથી દારૂ પકડી પાડ્યો હતો. પારડી પોલીસની એક્શનના પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાએ 31મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની નાબુદી માટે પોલીસ મથકોને એક સાથે દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવાની સૂચના આપી હતી. જેના પગલે ડુંગરી પીએસઆઇ જયદિપસિંહ રાજપૂતે તેમના પોલીસ મથકના હદ વિસ્તારના કુલ 20 દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા

  આ દરોડામાં તેમને 2 સ્થળોએથી દેશી દારૂ અને એક અડ્ડા પરથી રૂ. 26,875 ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. વિદેશી દારૂનો અડ્ડો ચલાવનારી માલવણની મહિલા બુટલેગર લક્ષ્મીબેન પટેલને પણ ડુંગરી પોલીસે પકડી પાડી હતી. અને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

(9:37 pm IST)