Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

બોરસદ: પાંજરાપોળમાં એકસાથે 48 પશુના અચાનક મોતથી અરેરાટી

આણંદ:જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ પાંજરા પોળમાં ગાયો,વાછરડા,પાડા,આખલા,બળદ જેવા પ્રાણીઓના મોતથી ચકચાર મચી હતી. ખેડા જિલ્લામાં આવેલ ડાકોરની પાંજરા પોળમાં થયેલ બળદો અને ગાયોના મોત બાદ આણંદ જિલ્લામાં આ પહેલો બનાવ જેમાં કુલ ૩૮થી વધુ પશુઓના મોત નિપજ્યા હતા.આ ઘટનાથી સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું હતું.

 

જ્યારે પાંજરા પોળમાં તપાસ કરતા આ પશુઓના મોત લીલો ઘાસ ચારો ખાધો હોવાથી આફરો ચઢવાથી મોત નિપજ્યું હોવાની વાતો બહાર આવી હતી.આ મામલે પાંજરાપોળના સંચાલકો સામે સખત પગલા ભરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.આણંદ જિલ્લાના બોરસદમાં આવેલ પાંજરા પોળમાં ત્રણ દિવસમાં ૩૮થી વધુ પશુઓના મોતે ચકચાર મચાવી હતી.આ ઘટનામાં પાંજરા પોળમાં રાખવામાં આવેલ ગાયો,બળદ, સાંઢ,પાડા, વાછરડાઓ ગઈ તા.૨૨,૨૩ અને ૨૪ના રોજ મરણ જવા પામ્યા હતા.મળતી માહિતી મુજબ પાંજરા પોળમાં આ પશુઓને છેલ્લા ત્રણ દિવસથી લીલો ઘાસચારો ખાવામાં આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ પશુઓ એકા એક જમીન પર આળોટવા લાગ્યા હતા. આ ઘટનાથી પાંજરા પોળના સંચાલકો અને અન્ય અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા.
જોત જોતામાં ૩૮થી વધુ પશુઓના કરુણ મોતથી આખું તંત્ર અને બોરસદ પંથકમાં હડકંપ મચી ગયો હતો.બનાવની જાણ બોરસદ સીટી પોલીસ મથકે થતા પોલીસ કાફલો પણ આ પાંજરાપોળ પર તપાસ અર્થે પહોંચ્યો હતો. એક સાથે આટલા બધા પશુઓના મોતથી પાંજરા પોળ સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ પશુપ્રેમીઓમાં ઉઠી હતી.

(7:04 pm IST)