Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

રિક્ષામાં બેસવાની ના કહેતા ચાલક વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ

નડિયાદ:તાલુકાના ચલાલીના રિક્ષાચાલકે વાલ્મીકી ઈસમને રિક્ષામાં ન બેસાડી જાતિ વિરુદ્ઘ શબ્દો બોલી અપમાનિત કર્યો હતો. આ બનાવ અંગે ચકલાસી પોલીસમાં એટ્રોસીટી હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ચલાલીમાં રહેતા ગોરધનભાઈ મૂળજીભાઈ વાલ્મીકી ગત તા. ૨૩ ડિસે.ના રોજ પિયાગો રિક્ષામાં બેસવા જતા હતા ત્યારે રિક્ષાચાલક ભૂપતભાઈ સોઢાપરમારે રિક્ષામાં બેસાડવાની ના પાડી જાતિ વિરુદ્ઘ શબ્દો બોલી અપમાનિત કર્યો હતો તેમજ તારે મારી રિક્ષામાં બેસવાનું નથી કહીને ગોરધન વાલ્મીકીને ગાળો બોલી, ઝપાઝપી કરી હતી.
બનાવ અંગે ગોરધનભાઈ શંભુભાઈ વાલ્મીકી (હરિજન)ની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ભૂપતભાઈ સોઢાપરમાર સામે એટ્રોસીટી હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(7:02 pm IST)