Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

અમદાવાદમાં ત્રિદિવસીય પૂ. હરિરામબાપા પુણ્યતિથી મહોત્સવ : ભગવતપ્રેમ ગુણાનુવાદ

શાસ્ત્રી કોશિકભાઇ ભટ્ટ પૂર્ણાનંદ આશ્રમમાં પ્રવચન આપશે

રાજકોટ, તા.૨૬ : ગુરૂવર્ય સંતશ્રી હરિરામબાપા પુણ્યતિથિ મહોત્સવ અંતર્ગત અમદાવાદમાં ભગવતપ્રેમ ગુણાનુવાદનું આયોજન કરાયુ છે.

શ્રી હરિ પરિવાર અમદાવાદ દ્વારા સતત ત્રીજા વર્ષે રાણસીકીના યુવા કથાકાર શાસ્ત્રી કૌશિકભાઇ જી. ભટ્ટના વ્યાસાસને ભગવતપ્રેમ ગુણાનુવાદનુ આયોજન કરવામાં આવ્યુ છે.જ્ઞાનસત્રમાં ભકિત, ભકત, ભગવાન અને ગુરુના ગુણાનવાદ તા. ૨૭ ને બુધવાર થી તા.૨૯ ને શુક્રવાર દરમિયાન બપોરે ૩:૩૦ થી સાંજ ના ૭ વાગ્યા સુધી ગુણાનુવાદ રજુ કરશે. પૂર્ણાનંદ આશ્રમ, ઇશ્વરભવન ચાર રસ્તા, નવરંગપુરા, અમદાવાદ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં ભવિકોને ઉપસ્થિત રહેવા શ્રી હરિ પરિવારે આમંત્રણ  પાઠવાયુ છે. કથા વિરામ બાદ સુંદરકાંડ તથા ભોજનરૂપી પ્રસાદનું આયોજન કરાયું છે. 

(6:11 pm IST)