Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

પ્રેમલગ્ન કરી લેનાર પુત્રીને પિતાએ જ પેટમાં છરી મારી

મહેસાણા તાલુકાના લીંચ ગામની ઘટના : યુવતીએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં તેના પિતા અને ત્રણ ભાઇઓની સામે હિચકારા હુમલા અંગે ફરિયાદ નોંધાવી

મહેસાણા,તા.૨૫ : મહેસાણા તાલુકાના લીંચ ગામે પ્રેમલગ્ન મામલે ચાલતી અદાવતના સમાધાન માટે બંને પક્ષો ભેગા થયા હતા, તે સમયે છુટાછેડા લેખમાં સહી કરવાનો ઇક્નાર કરનાર યુવતીને તેના ત્રણ ભાઇઓએ પકડી રાખી અને પિતાએ તેના પેટમાં છરી હુલાવતાં ઘટના સ્થળે ચીસાચીસ મચી ગઇ હતી. લોહીલુહાણ હાલતમાં યુવતીને સારવાર માટે દવાખાને લઇ જવાઇ હતી. યુવતીએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં પિતા અને ત્રણ ભાઇઓ સામે ખૂની હુમલા અંગે ફરિયાદ નોંધાવી હતી. લીંચ ગામના હરચંદજી હેમાજીની ૨૨ વર્ષની પુત્રી કિરણે થોડા સમય પહેલા જ પરિવારની મરજી વિરુદ્ધ ગામના જ રમેશજી દેવાજી ઠાકોર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબતે ચાલતી અદાવતના સમાધાન માટે બંને પક્ષો ભેગા થયા હતા.

              આ સમયે હરચંદભાઇ અને તેમના પુત્રોએ દીકરીને છુટાછેડાના કાગળમાં સહી કરવાનુ કહ્યું. જે બાદ પુત્રીએ સહી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. જેથી ગુસ્સે ભરાયેલા હરચંદભાઇ તેમજ તેમના પુત્રોએ કિરણને જાહેરમાં બધા લોકની સામે જ મારમાર્યો હતો. વાત આટલે જ નથી અટકતી, જે બાદ ત્રણેય ભાઇઓએ બહેનને પકડી રાખી હતી અને પિતાએ તેના પેટના ભાગમાં છરી મારી દીધી હતી. ત્યારે ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઇ હતી. જે બાદ પોલીસને જાણ કરાઇ હતી. યુવતીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ખૂની ખેલ અંગે દીકરી કિરણે જ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં પિતા હરચંદજી હેમાજી ઠાકોર, ભાઇઓ કિશન હરચંદજી ઠાકોર, જગદીશ હરચંદજી ઠાકોર અને વિજય હરચંદજી ઠાકોર સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને મારામારી અંગે ફરિયાદ નોંધાવી હતી.

(7:46 pm IST)
  • તેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST

  • અનુપ જલોટાને બી.એ.ની ડીગ્રી : વિખ્યાત ગાયક અનુપ જલોટાને ૪૬ વર્ષ બાદ બી.એ.ની ડીગ્રી મળી છે. તેઓએ ૧૯૭૪માં લખનઉ યુનિવર્સીટીમાંથી ગ્રેજયુએશન કર્યુ હતું. access_time 4:00 pm IST

  • ઉત્તરાખંડ સરકારે રાજયમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે મહત્તમ ભાવ રૂ.૬૭૯ નક્કી કર્યા access_time 4:03 pm IST