Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ધી ન્યુ વિરમગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી ના ચેરમેન તરીકે નવદિપસિંહ ડોડીયાની નિમણુક કરાઇ

તાજેતરમાં ધી ન્યુ વિરમગામ તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી.ની ચુંટણી તાજેતરમાં યોજાઇ હતી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ગુરૂવારે વિરમગામ ખાતે એસ.ડી.એમ સુરભી ગૌતમ (આઇ.એ.એસ)ની ઉપસ્થિતમાં ધી ન્યુ વિરમગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી ના ચેરમેન તરીકે નવદિપસિંહ ડોડીયાની નિમણુક કરવામાં આવી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ધી ન્યુ વિરમગામ તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી. ની ચુંટણી તાજેતરમાં યોજાઇ હતી. જેમાં ખેતી વિભાગ નં ૮ સભ્યો, સંયોજિત ખેતી સિવાયની મંડળીના ૪ તેમજ વ્યક્તિગત સભ્યો ૩ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ જીલ્લા ભાજપ મહામંત્રી નવદીપસિંહ ડોડીયા તેમની પેનલના સભ્યો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

(7:25 pm IST)
  • કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબ મુફ્તીને ઝટકો : પીડીપી પાર્ટીના ત્રણ નેતાઓએ રાજીનામુ આપ્યું : ધમન ભસીન ,ફલૈલ સિંહ ,તથા પ્રીતમ કોટવાલે પાર્ટી સાથે છેડો ફાડ્યો access_time 1:36 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 93 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42 054 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93, 08,751 થયો :એક્ટીવ કેસ 4, 54,323 થયા: વધુ 38,580 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,16,556 રિકવર થયા :વધુ 473 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,35, 734 થયો access_time 12:14 am IST

  • તેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST