Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

વડોદરામાંથી બોગસ ડિગ્રી કૌભાંડ ઝડ્પાયું:ત્રણ આરોપીની ધરપકડ : કમ્પ્યૂટર સહિત 500 બોગસ ડિગ્રી સર્ટિફિકેટ જપ્ત

ધોરણ 10 અને 12ની બોગસ માર્કશીટ તેમજ દેશ અને રાજ્યની અલગ અલગ મળી કુલ 12 યુનિવર્સિટીઓની બોગસ ડિગ્રી બનાવતા હતા

વડોદરા :શહેરમાંથી બોગસ ડિગ્રી કૌભાંડ ઝડ્પાયું છે. આ કૌભાંડમાં ધોરણ 10 અને 12ની બોગસ માર્કશીટ તેમજ  દેશ અને રાજ્યની અલગ અલગ મળી કુલ 12 યુનિવર્સિટીઓની બોગસ ડિગ્રી આપવામાં આવતી હતી. આ બનાવમાં વડોદરા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

વડોદરામાં પોલીસે નકલી માક્ શીટ બનાવનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓમાં દિલીપ મોહિતેની પોલીસે પુછપરછ કરતા તમામ કૌભાંડનો ખુલાસો સામે આવ્યો છે. પી સી બી પોલીસે ફતેગંજના બ્લ્યૂ ડાયમંડ કોમ્પલેક્સ અને ભરૂચના જય કોમ્પલેક્ષ માં આવેલી દુકાનોમાં રેડ કરી હતી. પોલીસે કમ્પ્યૂટર સહિત 500 બોગસ ડિગ્રી સર્ટિફિકેટ જપ્ત કર્યા છે.

આ કામના આરોપીઓ જે યુનિવર્સિટીની ડિગ્રી જોઈએ તે બનાવી આપતા હતા. આ સાથે આરોપીઓ ધોરણ 10 અને 12ની પણ માર્ક શીટ બનાવી આપતા હતા. આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને આ દિશામાં આગળ તપાસ પણ હાથ ધરી છે.

(7:18 pm IST)