Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

સાવધાનઃ ગુજરાતમાં ગૂપચૂપ રીતે વર્ચ્યુઅલ સેકસ કૌભાંડ પગરણ માંડી રહ્યુ છે

રશિયાના ઈન્ટરનેશનલ એકાઉન્ટમાં રકમો જમા થતીઃ વેબકેમથી સેકસ વેપાર કરતા નિલેશ ગુપ્તાની વડોદરાના ડીસીપી સંદીપ ચૌધરીએ કરેલી પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટઃ ૩૦ યુવતીઓને નોકરીની લાલચ આપી વડોદરામાં વર્ચ્યુઅલ સેકસ કોલ સેન્ટર ધમધમાવાતુ હતું: આરોપીના નિવાસ સ્થાનેથી ૮ યુવતીઓ મળી આવી હતી

રાજકોટ, તા. ૨૬ :. ગુજરાતના ઈતિહાસમાં સર્વપ્રથમ વખત વડોદરાના આકોટા વિસ્તારમાં આર્કિટેકચર ડીઝાઈનીંગની કંપનીના ઓઠા હેઠળ વિવિધ શહેરોમાંથી યુવતીઓને લાવી ઈન્ટરનેટ, લેપટોપ તેમજ વેપકેમ સેટઅપનો ઉપયોગ કરી વર્ચ્યુઅલ (ઓનલાઈન) સેકસ સેન્ટરના પર્દાફાસના પગલે પગલે ગુજરાતમાં ગૂપચૂપ રીતે વર્ચ્યુઅલ સેકસ કૌભાંડ પગરણ માંડી રહ્યાનું જાણકાર અને અનુભવી પોલીસ અધિકારીઓ માની રહ્યા છે. આ કૌભાંડને ઉગતુ જ ડાંભી દેવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે.

ઉકત બાબતે સમગ્ર વર્ચ્યુઅલ સેકસ કૌભાંડના મૂળ સુધી પહોંચનારા વડોદરાના ડીસીપી સંદીપ ચૌધરીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે નિલેશ ગુપ્તા નામનો આરોપી વડોદરા શહેરના આકોટા વિસ્તારમાં પીએફ ઓફિસ રોડ પર છેલ્લા ૨ વર્ષથી વર્ચ્યુઅલ કોલ સેન્ટર ધમધમાવી અને તે દ્વારા ડોલરમાં મસમોટી કમાણી કરી સવા કરોડની કિંમતના બીટકોઈન રશીયન ઈન્ટરનેશનલ એકાઉન્ટમાં જમા કરાવ્યા હોવાનું ખુલવા પામ્યુ છે.

ડીસીપી સંદીપ ચૌધરીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે સુરત, વડોદરા અને ઉત્તર પ્રદેશથી યુવતીઓને નોકરીની લાલચ આપી આ વર્ચ્યુઅલ સેકસ કૌભાંડમાં જોડવામાં આવી હતી. આરોપીના ઘેર પોલીસના સર્ચ ઓપરેશન દરમ્યાન ૮ યુવતીઓ મળી આવી હતી. આરોપી દ્વારા પ્રત્યેક યુવતીની મદદથી મહિને ૬૦,૦૦૦થી વધુ રકમની કમાણી કરવામાં આવતી. યુવતીઓને ૨૦,૦૦૦ રૂ. પગાર આપવામાં આવતો.

ઈન્ટરનેશનલ વર્ચ્યુઅલ સેકસ રેકેટમાં વિવિધ શહેરની યુવતીઓને જોડવા માટે નિલેશ અને અમી પરમારે વિવિધ જગ્યાઓએ લલચામણી જાહેરાતો આપી હતી.

પોલીસ સૂત્રોના કથન મુજબ અમી પરમાર દ્વારા કોલ સેન્ટરમાં ભરતી કરવામાં આવેલ યુવતીઓને હાય-હલ્લોથી શરૂઆત કરી ગ્રાહકોને આકર્ષવા માટે તથા અંગ પ્રદર્શન કરવાની તાલીમ અપાતી. સમગ્ર કારોબાર ટોકન પર ચાલતો. કોઈ યુવતીઓ નોકરી ન છોડી જાય તે માટે તેના પાસપોર્ટ અને બીજા આધાર-પુરાવા (કેવાયસી) આરોપીઓ દ્વારા પોતાની પાસે જ રાખી લેવામાં આવતા. આ કૌભાંડમાં અન્ય કોણ કોણ આરોપી છે ? નાણાકીય લેવડ-દેવડ સહિતની તમામ બાબતોએ પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટ, અધિક પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા તથા ડીસીપી સંદીપ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસીપી એ.વી. રાજગોર, પી.આઈ. જે.પી. ગોસાઈ, એ.એસ.આઈ. જ્ઞાનેશ્વરભાઈ, હેડ કોન્સ. જયેશભાઈ તથા સિદ્ધરાજસિંહ, પોલીસમેન દેવેન્દ્રસિંહ તથા મહિલા પોલીસ હેમલતાબેન વિગેરે વિશેષ તપાસ હાથ ધરી છે.

  • વેબ કેમેરાથી લાઈવ સેકસ ચેટ તથા વર્ચ્યુઅલ સેકસ રેકેટ આ રીતે ચાલતુ

રાજકોટઃ વડોદરાના પોશ વિસ્તારમાં આર્કિટેકચર ડીઝાઈનીંગ કંપનીના ઓઠા હેઠળ વિવિધ શહેરની યુવતીઓને લાવી તેમના મારફતે ઈન્ટરનેટ, લેપટોપ તેમજ વેબકેમ સેટઅપનો ઉપયોગ કરવા માટે ચોક્કસ વેબસાઈટ ચલાવવામાં આવતી હતી.

વર્ચ્યુઅલ સેકસ માટે સેકસ ટોઈઝનો પણ ઉપયોગ કરવામાં આવતો. ઈન્ટરનેશનલ વર્ચ્યુઅલ સેકસ કોલ સેન્ટરમાં એન્ટ્રી માટે વિવિધ જગ્યાઓએ જાહેરાતો આપી યુવાનોને આકર્ષવામા આવતા. વેબસાઈટ એકાઉન્ટ બનાવી ગ્રાહક વેબ કેમેરાથી લાઈવ સેકસ ચેટ તથા વર્ચ્યુઅલ સેકસ બતાવાતુ હતું. આ માટે ગ્રાહકે ટોકન લેવુ પડે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ ટોકન પોઈન્ટ તરીકે ગણવામાં આવતા હતા. આરોપી દ્વારા અમી પરમારની મદદથી લાખો રૂપિયા ડોલરના રૂપમાં કમાણી કરી આરોપી નિલેશ ગુપ્તાની રશીયામાં રહેતી પત્નિના બેન્ક એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાતી હતી તેમ ડીસીપી સંદીપ ચૌધરીએ અકિલા સાથેની વાતચીતમાં સમગ્ર સેકસ કૌભાંડના રેકેટની ઝીણવટભરી વિગતો આપતા જણાવ્યુ હતું.

(12:55 pm IST)
  • અનુપ જલોટાને બી.એ.ની ડીગ્રી : વિખ્યાત ગાયક અનુપ જલોટાને ૪૬ વર્ષ બાદ બી.એ.ની ડીગ્રી મળી છે. તેઓએ ૧૯૭૪માં લખનઉ યુનિવર્સીટીમાંથી ગ્રેજયુએશન કર્યુ હતું. access_time 4:00 pm IST

  • શ્રીનગરમાં આતંકી હુમલો : બે જવાન શહીદ : આતંકવાદીઓએ શ્રીનગરમાં ફરી હુમલો કર્યો છે : આ હુમલામાં બે જવાન શહીદ થયા છે : જયારે એક જવાન ઘાયલ થયા છે access_time 4:04 pm IST

  • વાવાઝોડા નિવારે તામિલનાડુમાં ભારે અફરા તફરી મચાવી છે. ચેન્નઇમાં વરસાદી પાણીથી ભરાયેલ રસ્તા ઉપર યુગલ જઇ રહ્યાની તસવીર વાયરલ થઇ છે. તામિલનાડુમાં તંત્રએ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડયા છે. access_time 11:28 am IST