Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

જામનગરમાં સંક્રમણને અટકાવવા ગાંધીનગર રેલ્વે સ્ટેશને જ મુસાફરોનું એન્ટીજન્સી ટેસ્ટ

જામનગરઃ ગાંધીનગર રેલવે સ્ટેશન પર છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના સંક્રમણને રોકવા માટે  કોવિડ ટેસ્ટ કરાઇ રહ્યા છે. તમામ ટ્રેનોમાં વિવિધ રાજયો અને શહેરો માથી આવતા દરેક મુસાફરોને રોકી  રેલ્વે સ્ટેશન પર જ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા એંટીજન્સી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. બહારથી અન્ય શહેરોમાંથી જામનગરમાં કોરોનાના સંકર્મીતો આવતા પૂર્વે જ ટેસ્ટ કરી તેની ખાસ તકેદારી રાખવામા આવી રહી છે. સ્ટેશન પર આવતી ટ્રેનોમાથી સીધા જ આરોગ્ય વિભાગ અને રેલવેના સ્ટાફ દ્વારા કોરોનાના એંટીજન્સી ટેસ્ટ માટે મોકલી ટેસ્ટ બાદ જ નેગેટિવ મુસાફરોને જ પ્રવેશ કોરોનાનું સંક્રમણ વધે નહિ તેની ખાસ તકેદારી રાખવામા આવી રહી છે.(તસવીરોઃ કિંજલ કારસરીયા,જામનગર)

(12:53 pm IST)