Gujarati News

Gujarati News

News of Wednesday, 26th October 2022

કોંગ્રેસને મોટો ફટકો :ગારીયાધાર નગરપાલિકાના કોંગ્રેસના સાત સદસ્યોએ આપ્યા સામૂહિક રાજીનામાં

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યાં બીજી બાજુ સત્તા પક્ષ ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે આ સ્થિતિ વચ્ચે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.

 ગારીયાધાર નગરપાલિકાના સાત સદસ્યોએ સમૂહમાં રાજીનામાં આપ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં ચાલી રહેલા વિખવાદને લઈને બીમાનત હિમંતભાઈ માણિયા, મનીષાબેન રોય,રમેંશભાઈ, સમીમબેન કાસમાણી, આલુબેન ગોવિંદભાઇ, એ.ડી ભરોળિયા તેમજ હીરાબેન ઘનશ્યામભાઈએ રાજીનામું આપ્યું છે.

નોંધનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં દિવાળીનો પ્રકાશ પર્વ ઉજવાઈ રહ્યો છે જેના પગલે રાજકીય નેતાઓના ચૂંટણી પ્રચાર અને પ્રસારમાં ઈન્ટર્વલ પડ્યો છે. આગામી ટૂંક સમયમાં કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરશે. આપ પાર્ટીએ 70થી વધુ ઉમેદવારો જાહેર કરી દીધા છે.

(9:22 pm IST)