Gujarati News

Gujarati News

News of Wednesday, 26th October 2022

૧ નવેમ્બરે ગુજરાત આવતા નરેન્દ્રભાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઇ શકે છે. ત્યારે ઍ પહેલાં તમામ રાજકીય પક્ષના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં ધામા વધી ગયા છે. ત્યારે ઍકવાર ફરી પીઍમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્નાં છે.

નરેન્દ્રભાઈ ૧ નવેમ્બરના રોજ મહાત્મા મંદિરથી ભાજપના કાર્યકરોને સંબોધશે. તમામ ૧૮૨ બેઠક પર ઍક જ સમયે ગાંધીનગરની ઉત્તર વિધાનસભા બેઠકના સ્નેહમિલનના કાર્યક્રમમાં પીઍમ મોદી વર્ચ્યુઅલ જાડાશે.

વધુમાં  નરેન્દ્રભાઈ  તા. ૧ નવેમ્બરના રોજ મહીસાગર જિલ્લાના પ્રવાસે આવી શકે છે. સંતરામપુરના માનગઢ હિલ ખાતે પીઍમનો કાર્યક્રમ યોજાશે. માનગઢ હિલને વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા છે. ઘણા લાંબા સમયથી આદિવાસી સમાજના લોકો માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટેની માંગ કરી રહ્નાં છે.

ઉલ્લેખનીય છે કે, માનગઢ હિલ ખાતે ૧૫૦૭ આદિવાસી યુવાનોઍ અંગ્રેજો સામે આઝાદીની લડતમાં શહીદી વહોરી હતી. તદુપરાંત ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણેય રાજ્યોના આદિવાસી સમાજના લોકો માટે માનગઢ હિલઍ ઍક આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને અત્યારથી પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

વધુમાં નરેન્દ્રભાઈ  આગામી ૩૧મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્નાં છે. ત્યારે તેઓ ચૂંટણી પહેલાં રાજ્યમાં ઍકસાથે ૩ કાર્યક્રમો કરશે. જેમાં મલુપુરમાં ૪ ખાતમુહૂર્ત કરીને  નરેન્દ્રભાઈ જંગી સભાને સંબોધશે તથા કેવડિયામાં સરદાર જયંતિઍ ઍકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. સરદાર જયંતિના દિવસે કેવડિયામાં સવારે પરેડ સાથે ઍકતા દિવસની ઉજવણી કરાશે. દર વર્ષની માફક આ વર્ષે પણ કેવડિયામાં નરેન્દ્રભાઈ ત્ખ્લ્ પ્રોબેશનર્સને સંબોધશે. કેવડિયાથી વડાપ્રધાન બપોરે અમદાવાદ ઍરપોર્ટ આવી ત્યાંથી બપોરના ત્રણ વાગે થરાદના મલુપુર ગામના હેલિપેડ ખાતે જાહેરસભાને સંબોધશે.

(2:31 pm IST)