Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

ખંભાતમાં રેલવે ફાટક નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારની 6 વર્ષીય પુત્રી સાથે શારીરિક અડપલાં કરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

ખંભાત: શહેરના રેલવે ફાટક પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા એક શ્રમિક પરિવારની છ વર્ષીય પુત્રી આજે સવારના સુમારે ઘરે એકલી હોય ત્યારે નજીકમાં જ રહેતો શનાભાઈ તખુભાઈ કોળી પટેલ નામનો નરાધમ ઘરમાં ઘુસી ગયો હતો અને બાળાને અર્ધનગ્ન કરીને તેના શરીર સાથે અડપલાં કરવા લાગ્યો હતો.

દરમ્યાન સાડા અગિયાર વાગ્યાના સુમારે બાળકીની માતા મજુરી કામ કરીને પરત ફરી હતી. તેણીએ જોયું બે બે નાના બાળકો ઘર બહાર રમી રહ્યા હતા જ્યારે દરવાજો બંધ હતો જેથી ખોલીને જોતા જ શનાભાઈ કોળી પટેલ તેણીની બાળકીના શરીર સાથે અડપલાં કરી રહ્યો હતો. તેણીએ પિત્તો ગુમાવ્યો હતો અને સાવરણી ઉઠાવીને મારી હતી એ સાથે જ શનાભાઈ કોળી પટેલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવી ચઢ્યા હતા અને તુરંત જ પોલીસને જાણ કરતાં પોલીસ પણ આવી ચઢી હતી અને બાળકીને તપાસ માટે દવાખાને લઈ જવામાં આવી હતી. જો કે નરાધમ દ્વારા માત્ર અડપલાં કરાયા હોવાનું ખુલવા પામ્યું હતુ.

(5:43 pm IST)