Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

થરાદમાં ગુલાબસિંહ રાજપૂતના વિજયને વધાવતું એનએસયુઆઇ

વિદ્યાર્થીકાળથી લડાયક નેતૃત્વ રહયું: મુકુંદ ટાંક

રાજકોટ, તા., ૨૬: થરાદ વિધાનસભામાં છેલ્લા ૪ ટર્મથી ભાજપના ઉમેદવારો વિજેતા થતા હતા. ત્યારે ભાજપાની વિજય યાત્રાને રોકી ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુતે ઝળહળતો વિજય મેળવતા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ મુકુંદ ટાંક ખુશીની લાગણી વ્યકત કરી છે.

ગુલાબસિંહ રાજપુત એનએસયુઆઇના સામાન્ય કાર્યકરથી લઇને વિદ્યાર્થી અવસ્થામાં જ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કાર્યરત રહેતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત દેશમાં પ્રથમ વખત એનએસયુઆઇમાં ગુજરાતમાં આંતરીક ચુંટણી પ્રથા લાગુ કરી જેમાં ગુલાબસિંહ રાજપુત એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ તરીકેની ચુંટણીમાં જંપલાવી જીત થયેલ હતી. ત્યાર બાદ ગુજરાતના વિદ્યાર્થીઓના પ્રશ્ને અલગ-અલગ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં એનએસયુઆઇનું સંગઠન મજબુત બનાવ્યું હતું અને વિદ્યાર્થી પ્રશ્ને સમગ્ર ગુજરાતમાં જીટીયુ ગુજરાત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવી તમામ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ માટે મોટા આંદોલનો કરી ગુજરાત સરકારને ઝુકાવેલ હતી.

ગુલાબસિંહે ઓલ ઇન્ડીયા એનએસયુઆઇમાં મહામંત્રી તરીકે ચાર્જ સંભાળી રાજસ્થાન તથા મહારાષ્ટ્રના પ્રભારી બન્યા ત્યારે ત્યાં પણ એનએસયુઆઇના સંગઠનને મજબુત બનાવવા કાર્યો થયેલા હતા.

ત્યાર બાદ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકેની આંતરીક ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી સમગ્ર ગુજરાતમાં ૧પ,૦૦૦ થી વધુ લીડથી પ્રમુખ તરીકે વિજય બન્યા હતા.

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપુત થરાદ વિધાનસભા પરથી તેમજ રઘુભાઇ દેસાઇ, રાધનપુર વિધાનસભા પરથી અને જશુભાઇ પટેલ બાયડ વિધાનસભા પરથી તેમની જીત થતા સમગ્ર ગુજરાતના યુથ કોંગ્રેસ દ્વારા વિજયોત્સવ મનાવી કાર્યકરોનું મોઢું મીઠું કરાવ્યું હતું.

રાજકોટ મ્યુનિ.કોર્પો.ના શિક્ષણ સમિતિના સભ્ય મુકેશભાઇ ચાવડા, સા.યુનિ. ના સેનેટ સભ્યો ડો. રાજદીપસિંહ જાડેજા, સેનેટ સભ્ય ધરમભાઇ કાંબલીયા, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મુકુંદભાઇ ટાંક, રાજકોટ શહેર યુથ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ નીતીનભાઇ ભંડેરી, એન.એસ.યુ.આઇ.ના પૂર્વ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રીશ્રીઓ હરપાલસિંહ જાડેજા અમિતભાઇ પટેલ એન.એસ.યુ.આઇ ના પ્રમુખ નીલુ સોલંકી રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસના મયુરસિંહ પરમાર, ઇલ્યાસભાઇ મુલતાણી, ભાવેશભાઇ વાઘેલા, રવિભાઇ જીતીયા, મુકેશભાઇ, રવિ, ભગીરથસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.

(2:55 pm IST)