Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

ગાંધીનગરને રાજયના પ્રથમ કેરોસીન ફ્રી જિલ્લાનું ગૌરવ અપાવતા ગૃહમંત્રી અમિતભાઇ શાહ

ગાંધીનગર માટે ધનતેરસ બની વિકાસતેરસઃકેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીના હસ્તે ગાંધીનગર શહેર-જિલ્લામાં બે દિવસમાં રૂ. ૧૩૭૮ કરોડના વિકાસ કામો ૩૧ હજારથી વધુ લાભાર્થીઓને લાભ મળશે : ગુજરાતમાં 'સૌ સુખી તો સુખી આપણે'ના મંત્રી સાથે ગરીબ-વંચિત-પીડીત-શોષિતના સર્વગ્રાહી કલ્યાણની પ્રતિબદ્ઘતા સાથે સરકાર કર્તવ્યરત છેઃવિજયભાઇ રૂપાણી*ભૂતકાળમાં યુ.પી.એ સરકારે ગુજરાતને કરેલા અન્યાય સામે હવે સવાયું આપીને ગુજરાતની વિકાસયાત્રા શ્રી નરેન્દ્રભાઇ – શ્રી અમિતભાઇએ વેગવાન બનાવી છેઃ નિતીનભાઇ પટેલ

ગાંધીનગર,તા.૨૬:કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરમાં એક જ દિવસમાં રૂ. ૫૦૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા.

તેમણે તેમના મતક્ષેત્રના દ્વિદિવસીય પ્રવાસ દરમ્યાન કુલ ૧૩૭૮ કરોડના વિકાસકામો અને ૩ર હજારથી વધુ લાભાર્થીને લાભ મળવાના છે તેમ પણ આ પ્રસંગે ઉમેર્યુ હતું. 

તેમણે આ અવસરે ઉજવલા યોજના તહેત ગાંધીનગર જિલ્લાની ગ્રામીણ-ગરીબ બહેનોને ઉજવલા યોજનાના લાભ આપતાં પાટનગરને રાજયના પ્રથમ કેરોસીન ફ્રી જિલ્લાનું ગૌરવ અપાવ્યું હતું.

ગૃહ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ગરીબ-ગ્રામીણ પરિવારોના જીવનમાં સુખનો સૂરજ લાવવાની સંકલ્પબદ્ઘતા સાથે ઉજવલા યોજના, આયુષ્યમાન ભારત, સૌને માટે આવાસ જેવી ગરીબ કલ્યાણ યોજનાઓ સફળતાપૂર્વક પાર પાડી છે.

તેમણે આયુષ્યમાન ભારત યોજના અન્વયે પ૦૦ જેટલા લાભાર્થીઓને રૂ. પાંચ લાખ સુધીની આરોગ્ય સારવાર વિનામૂલ્યે પૂરી પાડવાનો પણ આરંભ કરાવ્યો હતો.

તેમણે ઉમેર્યુ કે, દેશના ૫૦ કરોડ પરિવારો એવા હતા કે જયારે ગંભીર બિમારી આવે ત્યારે પૈસાના અભાવે સારવાર કરાવી શકતા નહોતા અને કોઇને મા / બાપ કે દિકરી/ દિકરો ગુમાવવો પડતો હતો. આવા સમયે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આયુષ્માન ભારત યોજના મૂકી. જેમાં રૂ.૫ લાખની આરોગ્ય સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે.

ગૃહ મંત્રીશ્રીએ તેમના સંસદીય મતક્ષેત્રના હરેક જરૂરતમંદ વ્યકિતને આયુષ્યમાન ભારતનો લાભ સરળતાએ મળે તે માટે પાટનગર જિલ્લામાં ૧૦ કિ.મી.ના અંતરે આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલી હોસ્પિટલ, રૂગ્ણાલયો હોય તેવા આયોજનની શ્રી અમિતભાઇ શાહે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ દ્યર-દ્યર શૌચાલય અને ઉજવલા યોજના દ્વારા ધૂમાડામુકત રસોઇ ધરની જે ગરીબલક્ષી યોજના કરી છે તેના પરિણામે ગરીબ-દરિદ્રનારાયણના સ્વાસ્થ્યમાં ૭૦ ટકાનો સુધારો થયો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર જિલ્લાના નગરજનો માટે દિપાવલીના પર્વના પ્રારંભની ધનતેરસ વિકાસતેરસ બની છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઇના નેતૃત્વમાં ''સર્વજન હિતાય સર્વજન સુખાય'ની સુશાસન ભાવનાની ગુજરાત જ નહિં સમગ્ર દેશના ગરીબ, વંચિત, દરિદ્રનારાયણ, પીડિત-શોષિત જનોને પ્રતીતિ થઇ રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગરીબોને સસ્તા દરે પરંતુ ટકાઉ અને સુવિધાયુકત પાકા આવાસ મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાતે લીડ લીધી છે અને ર૦રર પહેલા જ સૌને આવાસનો લક્ષ્યાંક પૂર્ણ કરવો છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ આ આવાસોમાં લીફટ, મોકળાશભર્યા રૂમ, નળ કનેકશન સહિતની સુવિધા સાથે પાકા મકાનો બનાવવામાં આવે છે તેની પણ ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં નિરાધાર પરિવારો માટે રેનબસેરા-શેલ્ટર હોમના નિર્માણની સરાહના કરતાં કહ્યું કે, રાજયમાં આવા રેનબસેરા બનાવી શહેરોમાં આવતા અતિગરીબ-વંચિત પરિવારોને કામચલાઉ રહેઠાણ આપવાની પણ આપણી નેમ છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, ગુજરાતની પ્રગતિ વધુને વધુ સમૃદ્ઘ બને એ માટે લક્ષ્મીજીની કૃપા આપણા પર રહે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહ કે જેઓ આપણા ગાંધીનગરના સાંસદ છે તેઓ ગાંધીનગરની ચિંતા કરે એ વ્યાજબી છે. તેમણે કહ્યું કે, દેશના વિકાસ અને સુરક્ષા માટેની જવાબદારી ગુજરાતના આ બે પનોતા પુત્રોના શિરે છે ત્યારે સંસદ તરીકે ગરીબ, વંચિત લોકો માટે જે ચિંતા કરી છે તે સૌ માટે ગૌરવ રૂપ છે.

શ્રી પટેલે કહ્યું કે, ભૂતકાળમાં યુ.પી.એ. સરકારે ગુજરાતને અન્યાય કરવામાં કંઇ બાકી રાખ્યું નહોતું, પરંતુ આપણા નરેન્દ્રભાઇ અને અમીતભાઇએ સવાયું આપીને ગુજરાતની વિકાસ યાત્રાને વધુ ને વધુ વેગવાન બનાવી છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારના વિવિધ વિકાસ યોજનાઓના લાભોથી આપણું ગુજરાત અને તેમાં પણ પાટનગર ગાંધીનગર વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થાય એ માટેના પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે આપણું ગાંધીનગર પ્રગતિશીલ, સ્વચ્છ, હરિયાળુ અને ભવ્ય-દિવ્ય ગાંધીનગર બને એ માટે સૌના  સહિયારા પ્રયાસો જરૂરી છે. 

આ કાર્યક્રમમાં કેરોસીન ફ્રી ગાંધીનગરના લાભાર્થીઓને રૂ.૩૮.૩૭ લાખની કીટ વિતરણ, વિધવા સહાયના ૧૨૨૩ મહિલાઓને, તેમજ વૃદ્ઘ સહાયના ૫૯ વૃદ્ઘ લાભાર્થીઓને રૂ.૧.૫૨ કરોડના મંજૂરી પત્રો, આયુષ્યમાન ભારત કાર્યક્રમના લાભાર્થીઓને કાર્ડ વિતરણ, કુડાસણ ખાતે રૂ.૨.૮૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર શેલ્ટર હોમનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેનો ૧૩૮ લાભાર્થીઓને લાભ મળશે. ગાંધીનગર સ્માર્ટ સિટી યોજના હેઠળ રૂ.૮૦ કરોડના ખર્ચે રોડ નંબર -૬ અને ૭ તથા ગ-રોડ સ્માર્ટ રોડ કામગીરીનું ઇ-ખાતમુહૂર્ત, ગાંધીનગર સ્માર્ટ સિટી યોજના હેઠળ રૂ.૮૩.૨૩ કરોડના ખર્ચે  દ્ય-૪ જંકશન અને ગ-૪ જંકશન ખાતે અન્ડરપાસના કામોનું ઇ-ખાતમુહૂર્ત, રૂ. ૭૦ કરોડના ખર્ચે ઈન્ટિગ્રેટેડ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઇ-લોકાર્પણ, રૂ. ૭૬.૮૫ કરોડના ખર્ચે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત કુડાસણ ખાતે નિર્માણ થયેલા એમ.આઈ.જી પ્રકારના ૪૮૦ આવાસોની સોંપણી, રૂ.૨૯.૬૯ કરોડના ખર્ચે કુડાસણ-સરગાસણ-રાયસણ અને વાવોલ ખાતેની ટીપી સ્કીમોમાં પાણી પુરવઠો પૂરો પાડવાના કામોનું ઇ-લોકાર્પણ અને રૂ.૩.૭૫ કરોડના ખર્ચે કુડાસણ-સરગાસણ તથા રાયસણ ખાતેની ટીપી સ્કીમોમાં નિર્મિત બગીચાઓનું ઇ-લોકાર્પણ સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યા હતા.

મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, ધારાસભ્યો સર્વેશ્રી જીતુભાઇ વાદ્યાણી, શંભુજી ઠાકોર, બલરાજસિંહ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલ સહિતના પદાધિકારીઓ, ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ડાઙ્ખ. કુલદીપ આર્યા, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રીમતી ડાઙ્ખ. રતનકંવર ગઢવીચારણ, ગાંધીનગર શહેરી વિકાસ સત્ત્।ા મંડળના મુખ્ય કારોબારી અધિકારી શ્રી જી.સી.બ્રહ્મભટ્ટ સહિતના અધિકારીશ્રીઓ સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:17 pm IST)