Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ

પાટોત્સવ નિમિતે અભિષેક અન્નકુટ દર્શન, સ્વામીનારાયણ મંદિરના સંતોના આર્શિવચન, વચનામૃત સુવર્ણ તુલા, રજત તુલા, ભવ્ય પ્રદર્શન ર૦૦ કુંડી મહાયાગ, મહિલા મંચ, અખંડ ધુન, સંત સંમેલન સહિતના કાર્યક્રમો

રાજકોટ તા. ર૬ :.. ખેડા જીલ્લાના નડીયાદ તાલુકાના વડતાલમં આવેલ શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા કાર્તિક સામૈયા પ્રસંગે વડતાલધામના આંગણે શ્રી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સ્વનું આયોજન તારીખ ૬ થી ૧ર નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં હરિભકતો ઉમટી પડશે. આ તકે મોટી સંખ્યામાં સંતો - મહંતો પણ આર્શીવચન આપશે.

વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણદેવ પિઠાધિપતિ પૂ. રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી આયોજીત વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, આસિસ્ટન્ટ કોઠારી સંત વલ્લભદાસજીની આગેવાનીમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. વ્યાસપીઠ ઉપરથી પૂજય જ્ઞાનજીવનદાસજી સ્વામી, ઘનશ્યામપ્રકાશસ્વામી, નિલકંઠ ચરણદાસ સ્વામી, નૌતમ પ્રકાશદાસજી સ્વામી, માધવપ્રિયદાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી, સત્સંગ ભૂષણ સ્વામી પ્રીતના વચનામૃત આપશે. આ દરમિયાન અન્નકુટ દર્શન મેગા રકતદાન વિવિધ મેડિકલ કેમ્પ વૃક્ષારોપણ ભવ્ય પ્રદર્શન વિરાટ બાળ યુવા મંચ ર૦૦ કુંડી મહાયજ્ઞ મહિલા મંચ અખંડ ધુન - સંત સંમેલન વિજ્ઞાનમેળો સહિતના કાર્યક્રમો યોજાયા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તા.૬ થી૧ ર નવેમ્બર દરમ્યાન યોજાશે આ ઉત્સવના એક ભાગ રૂપે દર્શનીય પ્રેરણાદાયી અને આનંદદાયિક પ્રદર્શનનું નિમાંણ કરવામાં આવ્યું છે.

વેકેશનના સમય દરમ્યાન તીર્થયાત્રાઓ તેમજ ફરવા માટે લોકો મોટી સંખ્યા જતા હોય છે. અહી વડતાલમાં પણ દિવાળી દરમ્યાન દરરોજ ૫૦થી ૬૦ હજાર ભાવિકો દશનાથે પધારતા હોય છે. વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારીશ્રી ઘનશ્યામસ્વામી તેમજ નીલકંઠચરણદાસજી સ્વામી, શ્રીસંત સ્વામી આદિ સંતો તથા ટ્રસ્ટી બોર્ડના સભ્યો તથા શ્રીધર્મવલ્લભદાસજી સ્વામી વગેરેના માર્ગદર્શન અનુસાર  ઉત્સવ પુરવે સંતો અને સ્વયં સેવકોએનયનરમ્ય પ્રદર્શન તેયાર કયું છે.

કાલે ધનતેરસના દિવસે સાંજે ૪- વાગ્યે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદિપીઠદ્યિપતિ  આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યુ  હતું.   ટેમ્પલ બોર્ડના સંતો હરિભકતો તથા શ્રી જ્ઞાનજીવનસ્વામી-કુંડળ, બાપુસ્વામી-ધંધુકા, નોતમસ્વામી-વડતાલ, ધર્મવલ્લભસ્વામી-સુરત, મોહનસ્વામી-ધોરાજી, રામસ્વામી-ધોલેરા, ગોવિંદસ્વામી-જેતપુરવાળા ઉદ્ઘાટન વિધિમાં પૂજય આચાર્ય મહારાજશ્રી સાથે જોડાશે. જયારે દીપ પ્રાગટય કરશે શ્રી બાલકૃષ્ણ સ્વામી-વડતાલ, ધમંપ્રસાદસ્વામી-વડતાલ, દ્યનશ્યામસ્વામી-સારંગપુર, ભકિતસ્વામી-અમરેલી, પ્રભુસ્વામી-સુરત, ભાકિતજીવનસ્વામી-હરિયાળા ઉપસ્થિત રહેશે. પ્રદર્શન અંગેની  શ્રીશ્વેતવેકુંઠ સ્વામી એ કહયું હતુ કે લાઈટ વિઝન શો, હોલોગ્રાફી પ્રોજેકટ, નેચરલ દશ્યો દેખતાં આશ્ચયમાં ગરકાવ કરતા બોકસ મેપીગ શો, વચનામૃતના ૨૦૦ વર્ષ પહેલાંના દશ્યો સાથેની માહિતિ નિહાળવા મળશે. થ્રીડી એનિમેશન વાળી ફિલ્મનું નિર્માણ કુંડળધામ દ્વારા કરાયું છે. વેડ રોડ ગુરુકુલ દ્વારા નિર્મિત માનવ શરીરની અદ્ભુતતા અદ્યતન ટેકનોલોજી દ્વારા દર્શાવાશે.સાયન્સ સીટીમાં વિજ્ઞાન નગરી સાથે કૃષિ માહિતી પણ મળશે. શ્રી પ્રભુસ્વામીએ કહયું હતું કે ધાર્મિકતા સાથે પરિવારમાં પરસ્પર પ્રેમ પ્રગટે, વડીલોની મયાંદા જાળવતા શીખવે તેવી ટેલીફિલ્મ પણ ગુરુકુલ દ્વારા નિર્માણ કરાઈ છે. સત્યં શિવમં સુંદરમ્ની ભાવના જગાડતી વિવિધ સામાજીક મુલ્યો આધારિત ટેલિફિલ્મ તથા બાળકો અને યુવાનોને મન ભાવતો હરિકે સંગ નાચીએ ડાન્સીંગ લાઈટ નો ખંડ આનંદ સાથે મજા મજા કરાવશે.

એક સાથે ૩૦૦૦ ત્રણ હજાર વ્યકિત બેસી નિહાળી શકે એવો લાઈટ વિઝન શો દરરોજ રાત્રે ૭ વાગ્યે ૮:૧૫ વાગ્યે અને ૯:૩૦ કલાકે નિહાળી શકાશે.

તા. રપ ઓકટોમ્બરથી ૧ ૨ર નવેમ્બર દરમ્યાન ૧૯ દિવસ સુધી સવાર થી રાત્રીના ૯:૩૦ વાગ્યા સુધી આ પ્રદર્શન તથા લાઈટ વિઝન શો તદન વિનામુલ્યે સહુ કોઈ નિહાળી શકશે તો જરૂરથી ભાવીકો તેનો અવશ્ય લાભ લે તેવી અપીલ છે.

આ મહોત્સવ માટે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય મંત્રીશ્રી અમિતભાઇ શાહ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સહિત જુદા-જુદા ક્ષેત્રોના મહાનુભાવોએ શુભેચ્છા સંદેશ પાઠવ્યા છે.

વધુ વિગત માટે શ્રી સ્વામીનારાયણ મંદિર, વડતાલ સંસ્થાન, તા. નડિયાદ, જી. ખેડા, ફોન નં. (૦ર૬૮ રપ૮૯૭૭૬ -૭ર૮) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

(11:31 am IST)