Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

જોજો મજા સજા ન બને ! જાણો ફટાકડા ફોડતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

નાના બાળકોને બોમ્બ જેવા વધારે અવાજ અને નુકસાન પહોંચાડતા ફટાકડાથી દૂર રાખવા

દિવાળી પહેલા જ ઉજવણી શરૂ થઈ ગઈ છે, નાના-મોટા સૌ કોઈ ફટાકડા ફોડી હર્ષોલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ, દિવાળીમાં ફટાકડા ફોડવા બાબતે થોડી સાવધાની રાખવી જરૂરી છે. નહિં તો કયાંક મજા સજામાં બદલાઈ શકે છે. આ માટે ફટાકડા ફોડતી વખતે શું ધ્યાનમાં રાખવું તે જાણી લેવું જરૂરી છે. આ તો દિવાળી પ્રકાશનું પર્વ છે. દિવાળી પર્વન દીપોત્સવ પણ કહેવામાં આવે છે. દિવાળીમાં લોકો દીપ પ્રગટાવીને ઉજવણી કરતા જ હોય છે, સાથે-સાથે ફટાકડા ફોડીને પણ દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. બીજી તરફ દિવાળી દરમિયાન આગ લાગવાની ઘટનાઓ પણ બનતી હોય છે. આ સમયગાળા દરમિયાન  મોટા ભાગની આગની ઘટનાઓ ફટાકડાને કારણે બનતી હોય છે.

એડીશનલ ચીફ ફાયર ઓફિસરનું કહેવું છે કે દિવાળીના તહેવારમાં આગ-અકસ્માતની ઘટનાઓમાં ૩૦ ટકાનો વધારો થાય છે. આગ તેમજ અકસ્માતની ઘટનાઓમાં દાઝી જવાના બનાવો પણ બનતા હોય છે. આથી દિવાળીમાં ફટાકડા ફોડીને ઉજવણી કરતા લોકોએ અમુક સાવધાની રાખવી જરૂરી છે.

-- ફટાકડા ફોડતી વખતે આટલું ધ્યાનમાં રાખશો !

*. નાના બાળકોને બોમ્બ જેવા ફટાકડાથી દૂર રાખો.

*. ફટાકડા ફોડતી વખતે ફૂલ સ્લીવના કપડાં ન પહેરવા.

*. ફટાકડા ફોડતા પહેલા બને તો કોટનના કપડાં પહેરવા.

*. સિન્થેટિક કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.

*. ફટાકડા ફોડતી વખતે બૂટ અને ચંપલ પહેરવા જરૂરી છે.

*. આગ લાવવાની સંભાવના હોય તેવા ફટાકડા ન ફોડવા જોઈએ.

*. નાના બાળકોને જાતે ફટાકડા ફોડવા માટે આપવા નહિં.

*. ફટાકડા ફોડતી વખતે પાણીની ડોલ ભરીને પાસે રાખવી.

*. ખાલી પડેલા માટલા, પ્લાસ્ટિકના કે લોખંડના ડબ્બાઓમાં બોમ્બ ફોડવા નહિં.

(10:02 am IST)