Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સમી તાલુકાના સર્વાંગી વિકાસ માટે સરકારી અધિકારીઓ સાથે GPDP બાબતે તાલુકા લેવલે મીટીંગ યોજાઈ

ગ્રામ પંચાયત વિકાસ આયોજનમાં તલાટી તથા ફ્રન્ટલાઈન વર્કરની ભૂમિકા અને ફાયદા અંગે ચર્ચા

સમી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી ડી,જી પટેલની અધ્યક્ષતામાં સમી કોલેજ કેમ્પસમાં સમી તાલુકાના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત વિકાસ આયોજન (GPDP) અંગે એક દિવસીય તાલીમનુ આયોજન કરેલ હતું

  તાલુકા વિકાસ અધિકારી પટેલ  દ્વારા ગ્રામ પંચાયત વિકાસ આયોજનમાં તલાટી તથા ફ્રન્ટલાઈન વર્કર સારી રીતે ભૂમિકા ભજવી શકે તે માટે માહિતગાર કરવામાં આવ્યા અને ગ્રામ પંચાયત વિકાસ આયોજન ની પ્રક્રિયાની વિસ્તૃત માહિતી આપવા સાથે gpdp  બનાવ્યા બાદ  તેના કારણે થતાં ફાયદાઓની ચર્ચા કરી હતી

  રીલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર ના કાર્યકર્તા દ્વારા આપણુ ગામ આપણુ આયોજન અને આપણા ગામ ને સારૂ બનાવવા માટે આદર્શ જી પી ડી પી બનાવવા બાબતે પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર રજૂ કરવા સાથે આ પ્રક્રિયામાં  થયેલા  અનુભવોની  વિગતવાર  માહિતી અને માર્ગદર્શન આપેલ હતું

   રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રાધનપુર દ્વારા તાલુકા ના પાંચ ગામો મા ચાલતા ધન કચરા ના નિકાલ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે થયેલ કામગીરી ની વિડીયો ફિલ્મ બતાવી અને પંચાયત દ્વારા આવા કામો કરી બીજા ગામો ને પ્રેરણા આપવા જણાવવા યુ હતું

રીલાયન્સ ફાઉન્ડેશન સમી શંખેશ્વર માં ગ્રામીણ વિકાસના કામોમાં કાર્યરત છે અને  કોઈપણ ગ્રામ પંચાયતને GPDP બનાવવા માટે વધુ મદદ ની જરૂરિયાત હોય  તો વ્રજલાલ રાજગોર નો સંપર્ક કરવા જણાવેલ  હતું

આ કાર્યક્રમમા રીલાયન્સ ફાઉન્ડેશન ના વર્ષાબેન મહેતા વ્રજલાલ રાજગોર અને વિમલભાઈ ચૌધરી આરસેટી દેના  ના મુકેશભાઈ સાથે તમામ તલાટી મિત્રો તેમજ વિવિધ વિભાગના ફ્રન્ટલાઈન વર્કર મળી કુલ 60 જેટલા અધિકારીઓએ હાજરી આપેલ  હતી 

( સંકલન રીપોટીંગ અને ફોટો વિમલ ચૌધરી)

(6:53 pm IST)