Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

અકસ્માતને લઈને આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા વિઠ્ઠલભાઈને તુરંત જ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ઉમરેઠ તાલુકાના દાગજીપુરામાં બે શખ્સો નજીવી બાબતે બાખડ્યા:સામસામે થયેલ મારામારીમાં બેને ગંભીર રીતે ઇજા: બને પક્ષોની ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ

ઉમરેઠ: તાલુકાના દાગજીપુરા ખાતે આજે સવારના સુમારે બે શખ્સો વચ્ચે નજીવી બાબતે મારામારી થતાં અંગે ભાલેજ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

રમેશભાઈ પુનમભાઈ ભોઈએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ આજે સવારના નવેક વાગ્યાના સુમારે કુદરતી હાજતે જઈને પરત જતા હતા ત્યારે રસ્તામાં પરેશભાઈ આશાભાઈ ભોઈએ ગમે તેવી ગાળો બોલવાનું ચાલુ કર્યું હતુ. જેથી રમેશભાઈએ ગાળો બોલવાની ના પાડતાં પરેશભાઈએ પોતાની પાસેની લાકડી માથામા તેમજ નાક ઉપર મારતાં તેઓ નીચે પડી ગયા હતા સાથે બાવાડ ઉપર બેથી ત્રણ લાકડીની ઝાપોટો મારીને ઈજાઓ પહોંચાડી હતી. પરેશભાઈનું ઉપરાળુ લઈને અજયભાઈ રાવજીભાઈ ભોઈ પણ આવી ચઢ્યો હતો અને તેણે ઉશ્કેરણી કરીને ગમે તેવી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(5:29 pm IST)