Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ખેડબ્રહ્મામાં યાત્રાધામ અંબિકા માતાજીના મંદિરમાં શરૂ થતા નવરાત્રીનો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો: રંગે ચંગે થશે ઉજવણી

ખેડબ્રહ્મા: પ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજી મંદિરમાં આસો સુદ એકમથી શરૃ થતા મા જગતજનની અંબાની આરાધના કરવાના શ્રેષ્ઠ પર્વ એવા નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરના પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓ પ્રવીણસિંહ સોલંકી અને પશાભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષે માતાજી મંદિરમાં આસો સુદ 1ને રવીવાર તા. 29-9-19ના સવારે ઘટ સ્થાપન, 5.00 થી 6.30, દુર્ગાષ્ટમી આસો સુદ 8ને રવીવાર તા. 6-10-19ના હવનની પુર્ણાહૂતિ સાંજે 4.30 કલાકેવિજીયા દશમી આસો સુદ 10 ને મંગળવાર તા. 8-10-19, આસો સુદ પુનમ 15 ને રવીવાર તા. 13-10-19 રહેશે. અંબિકા માતાજી મંદિરના ચાચરચોકમાં ગરબાનું આયોજન કર્યું છે. મંદિરના મેનેજર તેમજ કર્મચારીઓ નવરાત્રી મહોત્સવની કામગીરીમાં લાગી ગયા છે. તેમજ છેલ્લા પાંચ દિવસ ગાયક કલાકારો ગરબાની રમઝટ બોલાવશે.

(5:24 pm IST)