Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

તલોદ તાલુકાના વાવ ગામમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડતા અફડાતફડી: ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના પાકોને નુકશાન

તલોદ:તાલુકાના વાવ ગામમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલનું સાયફન ક્ષતિગ્રસ્ત બનતાં કેનાલમાંનું હજારો લીટર પાણી વાવના ખેતસીમાડામાં ફરી વળ્યું હતું. અહીં પપૈયા અને કપાસના ઊભા પાક વાળા ખેતરમાં પાણી ફરી વળતાં ખેડૂત પરિવારોમાં દોડાદોડી મચી જવા પામી હતી. ંતંત્રને સવારે જાણ કરવામાં આવતાં મેશ્વો અને માઝૂમ નદી ઉપરના દરવાજા ખોલી નાંખતા ખેતરમાં ફરી વળવા મથતાં ભારે જળપ્રવાહ અન્યત્ર ફંટાઈ જતાં ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો.

પંથકના ખેડૂતોના દાવા મુજબ સાયફનના સમારકામ માટે તંત્રને કરેલી રજુઆતો પાણીમાં જતાં આખરે આમ હજારો લીટર પાણી ચાલુ માસે પણ વહી ગયું હતુંખેડૂત પરિવારોની લાગણી છે કેકાયમી ધોરણે સાયફનનું યોગ્ય સમારકામ કરી આપીને ખેડૂતોને થતા નુકસાનમાંથી સરકારે બચાવી લેવા યોગ્ય કરવાની જરૃર છે.

(5:22 pm IST)