Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

વડોદરાના જુના પાદરા રોડ પર ધમધમતા કુટણખાના પર પોલીસના દરોડા: મહિલાને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

વડોદરા: શહેરના જૂના પાદરારોડ વિસ્તારમાં કૂટણખાનું ચલાવનાર નીતા ઉર્ફે નીતુનું સરનામું પોલીસ શોધી શકી નથી.

પ્રમુખ સ્વામીનગર ડુપ્લેક્સમાં માસિક રૃા.૧૦ હજાર નક્કી કરી માર્ચ-૨૦૧૯માં મકાન ભાડે રાખનાર નીતા ઉદેસિંગ ગોહિલે ભાડા કરારમાં પોતાનું સરનામું પવનનગર,મકરપુરા દર્શાવ્યું હતું.

જેપી રોડ પોલીસની ટીમે આજે મકરપુરા અને માંજલપુર વિસ્તારમાં પવનનગરની શોધ કરી હતી.પરંતુ હજી પોલીસને સરનામું મળ્યું નથી.પોલીસે પવનદૂત સોસાયટીમાં પણ તપાસ કરી હતી.પરંતુ ત્યાં પણ નીતાનો કોઇ પત્તો મળ્યો નથી.અનગઢ ગામની નીતા અગાઉ મકરપુરામાં ભાડાના મકાનમાં રહેતી હોવાનું અને હાલમાં ઘર ખાલી કર્યું હોવાનું પણ બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

(5:13 pm IST)