Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક : વાહનોમાં તોડફોડ કરીને ફરાર : ઘટના સીસીટીવીમાં કેદ

સુરતમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે. શહેરના વેડ રોડ વિસ્તારમાં મોડી રાતે કેટલાક શખ્સો હાથમાં હથિયાર લઈને આવ્યા અને કુખ્યાત સુર્ય મરાઠીના ઘર નજીક વાહનોમાં તોડફોડ કરવા લાગ્યા. શખ્સોને કાયદાનો કોઈ જ ભય ના હોય તેમ તેઓ ખુલ્લેઆમ તોડફોડ કરીને ફરાર થઈ ગયા. તોડફોડની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

(2:10 pm IST)