Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

પોષણયુકત આહારથી જ સ્વસ્થ સમાજ નિર્માણ શકયઃ એ.જે. શાહ

ડી.ડી.ઓ.એ સ્વખર્ચે ભૂલકાઓને ભોજન કરાવ્યુ

રાજકોટ, તા. ૨૬ :. પંચમહાલ જિલ્લાના સાવલીવાડ ખાતે આંગણવાડીમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે. શાહએ (આઈ.એ.એસ.) સ્વખર્ચે બાળકોને તિથિ ભોજન કરાવી પોષણયુકત આહારની જરૂરિયાત પર ભાર મૂકયો હતો.

શ્રી શાહે જણાવ્યુ હતું કે બાળકો, ધાત્રી માતાઓ અને સગર્ભા બહેનોને પોષણયુકત આહાર મળશે તો જ તેઓ આગળ જઈને એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકશે. બાળકની પુખ્તવયે તંદુરસ્તીનો આધાર બાળપણમાં તેને મળેલ આહાર પર છે અને તેથી કોઈ પણ બાળક પોષણયુકત આહારથી વંચિત ન રહે તે માટે સરકાર અને વહીવટી તંત્ર પ્રયાસરત છે.

તેમણે આંગણવાડી કાર્યકરોને બાળકોને પ્રતિદિન પોષણયુકત આહાર મળી રહે અને સ્વચ્છતાની સ્થિતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યુ હતું. આ પ્રસંગે સીડીએચઓ શ્રી સુરેન્દ્ર જૈન, આઈ.સી.ડી.એસ.ના પ્રોજેકટ ઓફિસર શ્રી ભારતીબેન રાવલ, સીડીપીઓ ગીતાબેન ભટ્ટ, આચાર્ય શ્રી ભારતસિંહ સોલંકી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:11 pm IST)