Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

દક્ષિણ ગુજરાતમાં તોફાની ૫ ઇંચ વરસાદ

વિદાય લેતા ભાદરવા માસમાં પણ વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર : પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ર ઇંચ સુધીનો વરસાદ : ઉકાઇ ડેમ ૯૯ ટકા ભરાયો હજુ ૩ દિવસ ભારે વરસાદથી આગાહી

વાપી તા.ર૬ : રાજભયરમાં ભાદરવો ભરપુર જણાઇ રહ્યો છે. રાજયના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે પ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે.

છેલ્લા ર૪ કલાકમાં રાજયના ૩૧ જીલ્લાના ૧૬પ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજયમાં સરેરાશ સિઝનનો કુલ વરસાદ ૧ર૭ ટકા કરતા વધુ નોંધાયો છે.

દ.ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ બંધની જળસપાટી સતત વધી રહી છ.ે ડેમમાં ૯૯ ટકાથી વધુ પાણી ભરાઇ ગયું છ.ે ડેમની જળસપાટીએ ૩૪૪ ફુટનો આંક વટાવ્યો છે. મહવે ભયજનક સપાટીથી માત્ર ૧ ફુટનું જ અંતર બાકી છે.

દ.ગુજરાતના છેવાડાના દમણગંગા નદીના મધુબન બંધની જળસપાટી વધતા અહીંથી પણ ફરી એકવાર તેમના દરવાજા ખોલી પાણી છોડવાની ફરજ પડી છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડા સૌ પ્રથમ દ.ગુજરાત પંથકમાં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં અંકલેશ્વર ૬ર મી.મી. વાલિયા ૭૧ મી.મી. તો નર્મદા જીલ્લાના તાલુકાઓમાં તિલકવાડા ૩૮ મી.મી. અને ડેડીયાપાડા ૧૩ મી.મી. તો તાપી જીલ્લાના તાલુકાઓમાં ડોલવણ ર૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ર૮ મી. મી., માંડવી ૩૮ મી. મી., મહુવા ૧૯ મી. મી. નવસારી જીલ્લાના તાલુકાઓમાં ગણદેવી ૧ર મી. મી., જલાલપોર ર૧ મી. મી., ખરેગામ ૧૮ મી.મી., નવસારી ૧૯ મી. મી., અને વાંસદા ર૬ મી. મી., વરસાદ નોંધાયેલ છે.

જયારે વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ર૬ મી. મી., કપરાડા ૪ર મી. મી., ઉમરગામ ૪૦ મી. મી., વલસાડ ૧૦ મી. મી., અને વાપી ૬ર મી. મી., તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહવા ૧૧૭ મી. મી. અને વધઇ પપ મી. મી., વરસાદ નોંધાયેલ છે.

ઉપરાંત કચ્છ, ઉ.ગુજરાત, પુર્વ, તથા મધ્ય ગુજરાત વિસ્તારના આંકડાને જોઇએ તો અહીં ૧ મી. મી. થી લઇ પ૬ મી. મી. સુધીનો વરસાદ નોંધાયેલ છે.

હાલમાં સમુદ્રમાં ઉભા થયેલા વાવાઝોડાની સિસ્ટમને પગલે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યકત કરી છે. આગામી ૭ર કલાક સુધીમાં ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ઉતર તથા સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ પડી શકે છે.

(11:06 am IST)