Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

નવરાત્રીમાં અપનાવો આ સ્ટાઈલિશ ફેશન ! કરો આ રીતે શરારા, પ્લાઝો અને ધોતીનું કોમ્બીનેશન

જમાનો ગયો જ્યારે ગરબા કરતા લોકો માત્ર ચણિયા ચોલી પહેરીને જતા હતા. આ નવરાત્રી હવે યુવા દરેક નવા ટ્રેંડને અજમાવી રહ્યા છે. એ હવે એવી ડ્રેસ ખરીદવું પસંદ કરે છે જે તેને આગળ પણ ઘણા બીજા અવસર પર કામ આવી શકે. તેથી ડ્રેસેસને મિકસ અને મેચ કરીને પહેરાથી પણ શોભે છે.

તો આ વખતે જો તમને કોઈ નવું લુક તૈયાર કરવું છે તો તમારી પાસે ૩ સરસ વિકલ્પ છે જેને ઘણી રીતથે મિકસ મેચ કરીને સ્પેશલ નવરાત્રી લુક મળેવી શકાય છે. તમે ઈભ્છો તો જુદા-જુદા કોમ્બીનેશન બનાવીને તે નવરાત્રીના જુદા-જુદા દિવસો માટે તૈયારી કરી શકો છો. આવો જાણીએ કેટલાય મિકસ મેચ કરીને બનાવેલા કપડાં વિશે.

૧. શરારા : આ દિવસો શરારા ચલનમાં છે. તમે શરારાને શોર્ટ કુર્તી અને લોંગ કુર્તા સાથે પહેરી શકો છો. આ સિંપલ સોબરથી લઈને હેવી વર્કમાં મળી જય છે જેટલો હેવી લુક રાખવા ઈચ્છો છો તે મુજબ કુર્તા શરારા અને ઓઢણીનો કોમ્બીનેશન બનાવો. ઓઢણીને જુદા-જુદા આ સ્ટાઈલમાં નાખતા જુદી-જુદી જવેલરીના ઉપાયોગથી તમે લુકમાં વેરિએશન લાવી શકો છો.

૨. પ્લાઝો : પ્લાઝોને પણ શોર્ટ અને લોંગ કુર્તા સાથે પહેરી શકાય છે. તેને ટૉપ અને ક્રોપ ટૉપ સાથે પણ પહેરી શકાય છે.

૩. ધોતી : ધોતીને તમે શોર્ટ કુર્તા અને લોંગ કુર્તા અને ટૉપ સાથે પહેરી શકો છો. આ જુદા-જુદા પ્રિંટ વાળી ધોતી ખુબ ટ્રેંડ કરી રહિ છે.

(9:34 am IST)