Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સુરતના પાંડેસરામાં મહિલાની નિર્મમ હત્યા: પૈસાની લેતીદેતીમાં વર્ષા રાજપુતને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી આરોપી ફરાર

પાંડેસરા બટલીબોય વિસ્તારમાં આવેલા કલર ટેક્ષ કોલોની પાસે બનાવ : પોલીસ ઘટના સ્થળે પહોંચી

 

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મહિલાની હત્યા થયાની ઘટના સામે આવી છે. પાંડેસરા બટલીબોય વિસ્તારમાં આવેલા કલર ટેક્ષ કોલોની પાસે હત્યા થઇ છે જાણવા મળ્યા મુજબ માત્ર 50 હજાર રૂપિયાની માંગણીને લઈ ગળુ દબાવી હત્યા કરવામાં આવી છે. વર્ષા રાજપૂત નામની નામની મહિલા રૂપિયા માંગવા જતા યુવકે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આરોપી હત્યા નિપજાવી ફરાર થઈ ગયો હતો. પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ પૈસાની લેતી દેતીમાં મહિલાને મોત ને ઘાટ ઉતારી આરોપી દિનેશ રાય અને પત્ની ફરાર. થયા છે 

(12:01 am IST)