Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

કોંગ્રેસને પડ્યા પર પાટુ : એનસીપી એકલાહાથે પેટાચૂંટણી લડશે : કોંગ્રેસના હાથનો સાથ છોડ્યો

એનસીપીએ રાધનપુરમાં ફરશુ ગોકલાણીને ઉમેદવાર જાહેર કરી દીધા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષોમાં ઉમેદવારો માટે કવાયત હાથ ધરાઈ છે ત્યારે કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન કરવાની વાતો વચ્ચે કોંગ્રેસ માટે  પડ્યા પર પાટુ સમાન સ્થિતિ ઉભી થઇ છે કરતી એનસીપીએ આજે પોતાના સુર બદલતાં રાધનપુરમાં ફરશુ ગોકલાણીને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે એનસીપી બાયડમાં પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખી શકે છે.

ગુજરાતમાં એનસીપીનો કંઈ ખાસ ગજ વાગતો નથી પણ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના એનસીપીમાં પ્રવેશ બાદ સ્થિતિ જુદી છે વળી રાધનપુર બાપુનો ગઢ ગણાય છે. આથી આગામી પેટા ચૂંટણીમાં એનસીપીનો પ્રભાવ પણ નકારી શકાય એમ નથી. આથીજ કોંગ્રેસે એનસીપીને પોતાની સાથે રાખી પેટાચૂંટણીની વૈતરણી પાર કરવાનો વ્યૂહ રચ્યો હતો પણ તે નાકામ નીવડ્યો છે.

પક્ષપલટુ નેતાઓને પાઠ ભણાવવા કોંગ્રેસ પેટાચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવાની આશા રાખીને બેઠી હતી ત્યારે આજે કોંગ્રેસને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે

(10:43 pm IST)