Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

વડિયાની જલારામ ટાઉનસીપ માંથી 30,000 ની મોટરસાઇકલ ની ચોરી થતા ગુનો દાખલ થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડિયા ગામની જલારામ ટાઉનસીપ સોસાયટી માંથી મોટર સાઇકલની ઉઠાંતરી થતા માલીકે ફરીયાદ આપી છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર વડીયાની જલારામ ટાઉનસીપ સોસાયટીમાં રહેતા મુકેશભાઇ બાલુભાઇ વસાવાએ પોતાની મો.સા.જેની કિંમત રૂપિયા 30 હજાર હોય ગત તારીખ 18 ઓગસ્ટની રાતે ઘર આંગણે પાર્ક કરી હતી પરંતુ બીજા દિવસે ત્યાં ન મળતા સોધખ બાદ પણ કોઈ ભાળ ન મળી હોય આખરે મુકેશભાઈએ રાજપીપળા પો.સ્ટે.માં ફરીયાદ કરતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:18 pm IST)