Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

સુરતમાં મારા પિતાએ પરિવારની સામાજીક-આર્થિક અને શૈક્ષણિક જવાબદારી ન નિભાવી તેથીક મારા માતા-બહેનની મેં હત્‍યા કરીઃ ડો. દર્શનાએ આ બનાવ અંગે પિતાને જવાબદાર ગણાવ્‍યા

ડો. દર્શનાએ ડિપ્રેશનમાં હોવાના કારણે આ પગલુ ભર્યાનું તારણ

 

સુરત: સુરતમાં માતા-બહેનની હત્યા કરનાર ડો.દર્શનાની આખરે ધરપકડ કરવામાં આવી છે. તેણે ચાર દિવસ અગાઉ ઝેરી ઇન્જેક્શન આપી માતા-બહેનની હત્યા કરી હતી અને બાદમાં ડો દર્શનાએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે તેમાં નિષ્ફળ નીવડી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતાં જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાઈ છે. ત્યારે માતા-બહેનની હત્યા કરનાર ડો. દર્શનાએ દિલ ધડકાવી દે તેવી પરિવારની હકીકત જણાવી હતી.

પિતાએ પરિવારની જવાબદારી ન નિભાવી - ડો.દર્શના

ડો.દર્શનાએ આ ઘટના માટે પોતાના પિતાને જવાબદાર ગણાવ્યા હતા. હત્યા બાદ આત્મહત્યા કરવા અંગે ડો.દર્શનાએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, હાલ અમારો પરિવાર આર્થિક સંકડામણની સ્થિતિમાં હતા. તેના પિતા પરિવારની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક જવાબદારી નિભાવી શક્યા હોત, પરંતુ તેમણે એવું કર્યું ન હતું.

માતા-બહેનને ઝેરી ઈન્જેક્શન આપ્યું હતુ

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા ચીકુવાડી નજીકના સહજાનંદ રો-હાઉસમાં રહેતા પ્રજાપતિ પરિવારની ડો દર્શનાએ ગઈકાલે રાત મોડી રાત્રે પોતાની 59 વર્ષીય માતા મંજુલાબેન કાંતિભાઈ સોડાંગર અને 28 વર્ષીય ફાલ્ગુનીને ઝેરી ઇન્જેક્શન આપી પોતે પણ ઊંઘની વધુ માત્રામાં દવા ખાઈ સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા અને શિક્ષક બહેનનું અવસાન થયું હતું. જ્યારે દર્શનાને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ડો.દર્શના ડિપ્રેશનમાં હતી

ડો.દર્શનાએ આવુ પગલુ ભરવાનુ કારણ જણાવ્યું કે, તે ઘણા સમયથી ડિપ્રેશનમાં છે. તેના પિતાએ પરિવારની જવાબદારી નિભાવી ન હતી. એક પિતા તરીકે પણ તેઓએ સામાજીક-આર્થિક અને શૈક્ષણિક જવાબદારી નિભાવી ન હતી. સાથે જ તે તેની માતા અને બહેન વગર પણ રહી શકે તે ન હતી. તેથી ચારેબાજુથી ભીંસાયેલી ડો.દર્શનાએ માતા બહેનની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી હતી.

(5:24 pm IST)