Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

અમદાવાદના બોપલમાં આવેલી ડીપીએસ સ્કૂલ પાસે ડ્રેનેજની કામગીરી વખતે દુર્ઘટના સર્જાઈ શ્વાસ રૂંધાઇ જવાથી ર સફાઇ કર્મચારીના મોતઃ એક અન્ય વ્યક્તિની શોધખોળ

બનાવની જાણ થતા જ લોકોને ટોળે ટોળા ઘટનાસ્થળે ભેગા થઇ ગયાઃ બચાવ કામગીરી

અમદાવાદઃ અમદાવાદના બોપલ વિસ્તારમાં ડીપીએસ સ્કૂલ પાસે ગટરમાં સફાઇ કરવા ઉતરતા ૨ સફાઇ કર્મીના ગૂંગળામણથી મોત થયા છે.

 અમદાવાદના બોપલમાં આવેલી ડીપીએસ સ્કૂલ પાસે ડ્રેનેજની કામગીરી દરમિયાન ગટર લાઇનમાં ત્રણ સફાઇ કર્મચારી ઉતર્યા હતા. જેમાં ગૂંગળામણથી તેમનો શ્વાસ રૂધાવા લાગ્યો હતો. જે બાદ તેમણે સારવાર અર્થએ સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યા ૨ સફાઇ કર્મચારીના મોત થયા છે જ્યારે એક અન્ય વ્યક્તિની શોધખોળ ચાલુ છે.

 બનાવની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરી ૨ સફાઇ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

 જ્યારે એક સફાઇ કર્મચારીની શોધખોળ ચાલી રહી છે. અત્યારે રેસક્યૂ ઓપરેશન ચાલી રહ્ના છે અને મોતનો આંકડો વધે તેવી પણ શક્યતા છે. બનાવની જાણ થતા જ લોકોને ટોળે ટોળા ઘટનાસ્થળે ભેગા થઇ ગયા હતા.

(4:29 pm IST)