Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ગુજરાતના હજારો કામદારો ઓમાનમાં ફસાયા : વતન આવવા વલખા મારતા ગુજરાતીઓ

વલસાડ જિલ્લાના 15 થી વધુ કામદારોનો પણ સમાવેશ થાય, સરકાર પાસે મદદની માંગ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :ઓમાનમાં રોજી રોટી માટે ગયેલા ગુજરાતના હજારો કામદારો કંપનીમાં હડતાળને લઈ ફસી ગયા છે.જે પેકી જે કામદારોને 2 વર્ષ થયા હોય અને ભારત આવવા જેટલો પગાર નીકળતો હોઈ તેવા કામદારોને પરત મોકલવાનું શરૂ કર્યું છે.જેમાં વલસાડ જિલ્લાના 15 થી વધુ કામદારોનો પણ સમાવેશ થાય છે.ભારે વિષમ પરિસ્થિતિ વચ્ચે ભારત આવી અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરી વતન પહોંચેલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાબરખડક ગામના સતિષભાઈ પટેલે જણાવ્યું કે  ત્યાંની પરિસ્થિતિ અત્યંત વિકટ અને મુશ્કેલભરી છે,અને ત્યાં રહી ગયેલા કામદારોને ત્વરિત પરત લાવવા જરૂરી હોવાનું જણાવ્યું હતું.ત્યાં કંપનીના અધિકારીઓ કોઈનું સાંભળતા નથી

  ,તેમણે ઉમેર્યું કે મારા જેવા કામદારો કે જેમનો પગાર ભારત આવવા જેટલો થતો હોય તેમને ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરી પ્લેનમાં પરત મોકલ્યા છે.મારીજ વાત કરું તો મને કંપનીએ માત્ર 16 રિયાલ આપ્યા હતા,જેને લઈ પરિવાર કે બાળકો માટે ચોકલેટ સુધ્ધાં લાવી શક્યો નથી.હા એટલો ભગવાનનો આભાર છે,મને સહી સલામત પરત મારા દેશ લાવ્યો.બાકી હાલે જ્યાં કામદારો રહે છે,ત્યાં તેમની સ્થિતિ સમસ્યાઓથી ભરેલી છે.

(10:42 pm IST)