Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

આખા શહેર પોલીસની સીટીમ સાધારણ ફેરિયાઓને ત્યાં જઈ લોકોને જાગૃત કરી, વેકિસન રજીસ્ટ્રેશન કર્યું: અનોખી ઘટના, રાષ્ટ્રિય લેવલે નોંધ

અશિક્ષિત લોકો માટે વેકિસન રજીસ્ટ્રેશન કેમ કરાવવું એજ મોટી સમસ્યા હોવાનું જાણી વડોદરા સીપી ચોકી ઊઠયા હતા : વડોદરાના પોલીસ ઈન્સ્પેકટર વી.આર.વાણીયા દ્વારા શરૂ થયેલ પ્રયોગને એડી.સીપી ચિરાગ કોરટડીયા વિગેરેની મદદથી સીપી દ્વારા આગળ વધાર્યો, આઈએએસ વિનોદ રાવ ટીમના પ્રયાસોને બળ મળ્યું

રાજકોટ, તા.૨૬: કોરોના મહામારી સામે લડવાનું એક માત્ર બ્રહ્માસ્ત્ર એટલે વેકિસન, હર્ડ ઈમ્યુનિટી માટે પણ આ એક અમોઘ શસ્ત્ર છે,પરંતુ સમસ્યા એ છે કે સાધારણ અને ગરીબ તથા અન્ય લોકોમાં વેકિસન પ્રત્યે જાગૃતતા ન હોવા સાથે આવા અક્ષિત લોકોને રજીસ્ટ્રેશન કઇ રીતે કરાવવું, ? તે પણ મોટી સમસ્યા હોય છે,ટુંકમાં રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા આ અભિયાન આડે થોડી મુશ્કેલી હોય છે, ગુનેગારો સામે  લોખંડી હાથે કામ લેવા માટે જાણીતા વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘ કે જેવો દ્વારા આ કપરા કાળમાં લોકોને મદદરૂપ થવા અને જાગૃત કરવા માટે ખાસ સી ટીમની રચના કરી છે,તેમના ધ્યાને આ વાત આવી અને વડોદરામાં શાકભાજી વેચતા થશાવારા,શાકભાજી લારીવાળા તથા તેમની સાથે કામ કરતા લોકોને જાગૃત કરી સ્થળ ર્પ રાજી.કરવાની ઝુંબેશ રંગ લાવી,દિલ્હી સુધી વાત આ અભિયાનની વાત પહોંચી અને દૂરદર્શન દ્વારા પણ નોંધ લેવામાં આવી.                                  

આગળ જણાવ્યું તેમ વડોદરાનાં દરેક પોલીસ મથકમાં લોકોની નાની મોટી મુશ્કેલી,વરિષ્ઠ નાગરિકોને મદદ,હોસ્પિટલ સેવા,ઇમરજન્સી સમયે દવાની મુશ્કેલી સહિત ગરીબ ગુરબા માટે ભોજન વ્યવસ્થા માટે સી ટીમ રચી છે, એક કહેવત છે કે ઉપર જ્યારે માનવીય અભિગમ હોય ત્યારે તાબાના સ્ટાફમા આ ભાવના જાગૃત થતી હોય છે.  વડોદરાના પોલીસ ઇન્સ્પેકટર વી.આર વાણીયા દ્વારા આવા તંત્રના પ્રયાસો સઘન બનાવવા માટે પોતાના વિસ્તારમાં આવા પ્રયાસો હાથ ધર્યા ,શરૂઆત ભલે ધાર્યા જેટલી મોટી ન હતી, પરંતુ પોલીસનો ઉત્સાહ વધારે તેવી ચોકક્સ હતી.                            

પોલીસ કમશનર શમશેર સિંઘએ એડી.પોલીસ કમિશનર ચિરાગ કોટડીયા સાથે ચર્ચા કરી આ યોજનામાં આખા શહેર પોલીસની સી ટીમને જોડી તંત્રના હાથ મજબૂત બનાવવા કામગીરી સુપરત કરી, તંત્ર સાથે ચર્ચા કરી સ્થળ પર જ વેકિસન રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરી,આમ પોલીસ લોકો પાસે દંડના મેમાં ફટકારવા સ્થળ પર લોકોની મદદે જઇ તુરત રજીસ્ટ્રેશન કરવાના કામે લગાડી અને આખી ઝુંબેશ રંગ લાવી અને રાષ્ટ્રીય લેવલે નોંધ લેવામાં આવી, છે અને નાના છતાં સાચી દિશાના મકકમ ડગ,વડોદરામાં કોરોના મહામારી માટે ખાસ નિયુકત કરાયેલ અને દિવસ રાત ઝઝૂમતા આઇએએસ વિનોદ રાવના પ્રયાસોને બળ મળ્યું છે.

(2:57 pm IST)