Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

આણંદના ત્રણ યુવાનો મહીં નદીમાં ડૂબ્યા : બે ને બચાવી લેવાયા : એકની શોધખોળ

સાવલીના કનોડા બ્રિજ નજીક મહીસાગર નદીમાં નહાવા પડેલા ત્રણ યુવકો પાણીના પ્રવાહમાં તણાયા

આણંદ :મધ્ય ગુજરાતમાં આવેલ સાવલીના કનોડા બ્રિજ નજીક મહીસાગર નદીમાં નહાવા પડેલા ત્રણ યુવકો ડૂબવા લાગતા દોડી આવેલા લોકો એ બે યુવકોને બચાવી લીધા હતા. જ્યારે એક લાપતા યુવકની શોધખોળ ચાલુ છે.

આણંદના મોહમ્મદકૈશ, મોહમ્મદકૈફ અને ઔવેશ વ્હોરા નામના ત્રણ મિત્રો નદીમાં ન્હાવા પડ્યા હતા. જોકે, પાણીની વ્હેણ હોય ત્રણેય યુવકો તણાવા લાગ્યા હતા. કાંઠે ઊભેલા અન્ય તેમના મિત્રો અને યુવકોએ જોતાં તેમણે બૂમાબૂમ કરી હતી. જેના પગલે સ્થાનિકો તેમજ નદીના પટમાં રેતી કાઢતા લોકો દોડી આવ્યા હતા. નાવડી મારફતે બેને બચાવી લેવાયા હતા. જ્યારે ઔવેશ વ્હોરા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. અને શોધખોળ હાથ ધરાઈ હતી. પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો મળ્યો ન હતો

(1:06 pm IST)