Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

પેશન ફ્રૂટ -કૃષ્ણ ફળના રોપ રૂ. ૫૦

ડ્રેગન ફળના રોપા તથા ફુલ-છોડના રોપા રાહતદરે : એલોવેરા જેલ-મધ-હાથલાના સરબત -દેશી ઓસડિયા રાહત દરે મળશે

રાજકોટ નવરંગ નેચર કલબ -રાજકોટ દ્વારા રવિવારે પેસન ફ્રુટના રોપા (૫૦ રૂા), ડ્રેગન ફ્રૂટ અને ફૂલછોડનુ રાહત દરે વિતરણ અને ઉપરાંત વિવિધ જાતના ફુલછોડ, ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ, એલોવેરા જેલ, હાથલા થોરનું સરબત (ફીંડલા સરબત), અળસીયા, અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, ઇન્ડોર પ્લાન્ટ (રૂ. ૨૫), પૂઠાના ચકાલીઘર (રૂપિયા ૫), પ્લાસ્ટિકના ચબુતરા (રૂપિયા ૧૦), માટીના પાણીના પરબ, દેસી ઓસડીયા, પંચામૃત,લીંબુ, લીબુ આદું, ઠંડાઇ, આંબડા વગેરેના પાવડર, હર્બલ ટી, લોખંડના વિવિધ વાસણો રાહત દરે મળશે.

નાગરવેલ, મોગરો, ક્રોટોન,રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, મરી, એરિકા પામ, લાલ અને મિકસ કાશ્મીરી ગુલાબ, મીઠા લીબડા, પારિજાત વગેરેનું રોપા રૂ. ૨૫ લેખે રાહત દરે વિતરણ. આંગણે વાવો શાકભાજીને પ્રોત્સાહન મળે તે માટે રીંગણી, ટમેટી અને કોબીના રોપામાં મળશે. ફૂલછોડ : કાશ્મીરી અને ઇંગ્લીશ ગુલાબ (૧૫ જાતના રંગવાળા)ના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રીશમસ ટ્રી, એકશ્ઝોરા, ક્રોટોન વિગેર રાહત દરે મળશે. એલોવેરા જેલ : અલોવેરા જ્યુસ અને સપ્તચુર્ણ રાહત દરે મળશે.

ફીંડલા સરબત : હાથલા થોરના પાકા ફળમાંથી બનાવેલ સરબતની બોટલો બજારમાં ૨૦૦ રૂપિયાની મળતી હોય છે. અહીં આ બોટલો ૧૨૦ રૂપિયાની કિંમતમાં વેચાણ થાય છે. આ સરબતમાં કોઇ પણ જાતનું કેમિકલ નાખેલ નથી જે પૂરે પુરૂ કુદરતી છે.  લાકડાના ચકલીઘરનું આયુષ્ય લીબંુ હોય છે. અને પ્લાસ્ટિકના પેક ચબુતરા પક્ષીઓને ચણ નાખવા અનુ કૂળ રહે છે આ બંને વસ્તુઓ સદભાવના વૃધ્ધાશ્રમ તરફથી રાહત દરે વિતરણ થશે.

માટીના પ્લાસ્ટીકના કુંડા અને વાસણો, આદું-લીંબુ, લીલા શાકભાજી, વિવિધ જાતના કઠોળ વગેરે રાહત દરે મળશે.

પેસન ફ્રૂટ (મતુંગા, કૃષ્ણફળ)ના રોપાઓનું ૫૦ રૂ. લેખે વિતરણ. પેસન ફ્રુટએ વેલાના રૂપમાં થતી વનસ્પતી છે તેને વૃક્ષ પર કે માંડવા પર ચડાવીએ તો તેની વૃધ્ધિ સારી થાય છે.

વાંચન અભિયાન : વધુમાં વધુ લોકો વાંચન તરફ વળે તે માટે સંસ્કારી સાહિત્યના પુસ્તકો પાછા આપવાની શરતે વિનામુલ્યે આપવામાં આવશે. આ બધુ ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને સંસ્થા જગ્યા અને પ્રચારની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપે છે. સોશ્યલ ડીસ્ટન્સનું પાલન અને માસ્ફ ફરજીયાત છે. કાર્યક્રમ ૧૫૦ ફૂટ રીંગ રોડ, અમીન માર્ગનો ખૂણો, રાજકોટ તા. ૨૭ (દર રવિવાર) સમય સવારે ૮ થી ૭ યોજાશે. વધારે વિગતો માટે વી.ડી.બાલા પ્રમુખ મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮નો સંપર્ક થઇ શકે છે.

(10:43 am IST)