Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

ડીસામાં અવાવરું કુવામાથી શંકાસ્પદ હાલતમાં બે યુવકોની લાશ મળતા ચકચાર : હત્યા થયાનો આક્ષેપ

બંને ભાઈઓ 31મીથી ઘરેથી નીકળ્યા બાદ ગૂમ હતા

કુવામાંથી શંકાસ્પદ હાલતમાં બે લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. એક જ પરિવારના બે યુવાનોની લાશ મળતા પરિવારમાં શોકની લહેર પસરી ગઈ છે. કુવામાંથી મૃતદેહ મળી આવતા ઘટના સ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

 

મળતી માહિતી અનુસાર ડીસામાં અવાવરું  કુવામાંથી 2 ભાઈઓની લાશ મળી બે યુવાભાઈઓની કુવામાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે.રણજિત ઠાકોર અને રણછોડ ઠાકોર બંને ભાઈઓની લાશ મળતા પરિવાર શોકનું મોજું ફરી વળ્યું છે.  

આપને જણાવી દઈએ કે આ બંને ભાઈઓ 31 તારીખ થી ઘરેથી નિકલ્યા બાદ ગુમ થયા હતા. બંને ની હત્યા કરી હોવાના પરિવાર ના આક્ષેપ છે.

(1:10 pm IST)