Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

બોરસદમાં મહિલાને એટીમએમ કાર્ડ એક્ટિવેટ કરી દેવાના બહાને ગઠિયાએ 38 હજારની ઉચાપત કરી

બોરસદ: શહેરમાં રહેતી એક ગૃહિણીને તેઓના મોબાઈલ પર ફોન કરી તમારું એટીએમ કાર્ડ એક્ટિવેટ કરાવો નહીં તો ૫૦૦૦ રૂપિયા દંડ થશે તેમ જણાવીને એટીએમનો પાસવર્ડ અને ઓટીપી મેળવી ખાતામાંથી ૩૮૦૦૦ હજાર રૂપિયા બારોબાર ઉઠાવી લઈ ઓનલાઈન છેતરપિંડી કરી લેતાં મહિલાએ બોરસદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપી છે

બેન્કના એટીએમના આંકડાની મોબાઈલ પર માહિતી મેળવી પોતે બેન્ક કર્મચારી હોવાની ઓળખ આપી ટેકનિકલ કારણોસર વેરીફિકેશનના નામે ઓનલાઈન છેતરપિંડી થવાના અનેક દાખલા બોરસદ પંથકમાં બન્યા છે. શિિક્ષત લોકોને પણ ઠગબાજો છોડતા નથી. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં બોરસદ શહેરના સાકરીયા ટેકરા વિસ્તારમાં રહેતા નસીમબાનું કૈયુમખાન પઠાણે નોંધાવેલ ફરિયાદમાં ગત તા. ૨૪ના રોજ સાંજના ૦૫:૦૯ કલાકે પોતાના મોબાઈલ ફોનમાં અજાણ્યા મોબાઈલ ફોન નંબર ૬૨૮૯૭૦૯૩૪૮ ઉપરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે એસબીઆઈ બેન્કના કર્મચારી તરીકે ઓળખ આપી હતી અને નસીમબાનુને જણાવ્યું હતું કે, તમારું એટીએમ કાર્ડ એક્ટિવેટ કરાવો નહીં તો તમારા ૫૦૦૦ રૂપિયા કપાઈ જશે જેને લઈ બીકના માર્યા તેઓએ ફોન કરનારે માંગેલ એટીએમની વિગત અને એસબીઆઈના ખાતાની વિગત આપી દીધી હતી

(5:27 pm IST)