Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

આણંદમાં સામાન્ય બોલાચાલીમાં 11 શખ્સોએ યુવાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ગંભીર ઇજા

આણંદ: શહેરના બેઠક મંદિર પાસે પરમદિવસની રાત્રીના સુમારે બે દિવસ પહેલા થયેલી સામાન્ય બોલાચાલીની અદાવતમાં ૧૧ શખ્સોએ તીક્ષણ હથિયારોથી હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડતા અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તમામ શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદના ટાવર બજારમાં આવેલી ચલોરીયાની ચાલીમાં રહેતા અને નોકરી કરીને જીવન ગુજરાન ચલાવતા કૌશલકુમાર રાજેન્દ્રભાઈ વ્યાસ ગત ૨૧મી તારીખના રોજ આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલી ક્રિશ્ના કાઠીયાવાડી હોટલમાં જમવા માટે ગયા હતા જ્યાં જયરાજસિંહ અંબાલાલ ઝાલા સાથે બોલાચાલી અને માથાકુટ થઈ હતી

(5:27 pm IST)