Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

નેહરુએ કાશ્મીરનો મુદ્દો ગૂંચવતા દેશ માઠા પરિણામ ભોગવે છે :વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રીના અધ્ય્ક્ષસ્થાને ભાજપ દ્વારા બલિદાન દિવસ અને કટોકટી સમયના કાર્યકર્તા સાથે કાર્યક્રમ યોજાયો

 

અમદાવાદ : ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત ૨૩મી જુન ડો.શ્યામાપ્રસાદ મુખરર્જીનો નિર્વાણદિન ‘‘બલિદાન દિવસ’’ તથા ૨૫મી જુનના રોજ કાળો દિવસ ‘‘કટોકટી સમય’’ના સંદર્ભે કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો

  કાશ્મીર સત્યાગ્રહની લડતમાં ૨૩ જૂન ના રોજ દેશની એકતા અને અખંડિતતા વાસ્તે બલિદાન આપનાર ભારતીય જનતા પક્ષના આદ્ય સ્થાપક ર્ડા.શ્યામાપ્રસાદ મુખરજીની સ્મૃતિ અને પ્રેરણા હેતુ ‘‘બલિદાન દિવસ’’ તથા દુનિયામાં સૌથી મોટી લોકશાહીની તાકાત ધરાવતા ભારતમાં ૨૫ જૂન ૧૯૭૫ના રોજ કટોકટી દ્વારા લોકશાહીને ગળે ટૂંપો દેવાનો પ્રયાસ સ્વ.શ્રીમતી ઇન્દીરા ગાંધીના નેતૃત્વવાળી સરકારે કર્યો જેને ‘‘કાળા દિવસ’’ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકજાગૃતિ માટે ઉજવણી કરવામાં આવતો હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું           મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આઝાદી બાદ સરદાર વલ્લભભાઈના નેતૃત્વ હેઠળ રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જયારે જવાહરલાલ નેહરૂએ કાશ્મીરની જવાબદારી લઈ ઓફિસમેન્ટની રાજનીતિનો સહારો લઈ કાશ્મીરનો મુદ્દો ગુચવી નાખ્યો હતો. બંધારણમાં ૩૭૦ અને ૩૫ની કલમના માઠા પરિણામો આજે પણ દેશ ભોગવી રહ્યો છે

  આઝાદી બાદ શ્યામા પ્રસાદ મુખર્જીએ જનસંધની સ્થાપના કરીને કાશ્મીર મુદ્દે પ્રચંડ આંદોલન ચલાવ્યું જેમાં એક દેશમાં બે બંધારણ, બે પ્રધાન, બે નિશાન નહી ચલેગા નહી ચલેગાના નારાઓ સાથે આંદોલન કરીને જેલ ભોગવીને બલિદાન આપ્યું હતું. જેના કારણે આજે કાશ્મીર બચ્યું છે.

  મુખ્યમંત્રીએ કહ્યું કે, ૨૫મી જુન ૧૯૭૫ના રોજ તત્કાલિન વડાપ્રધાન સ્વ.ઈન્દિરાગાંધીની કોંગ્રેસ સરકારે લોકશાહીના દિપકને ઓલવી નાખ્યો હતો. લોકશાહીના ચાર સ્તંભોને સ્થગિત કરવાનું પાપ કોગ્રેસે કર્યું હતું. અને આજે લોકશાહીની વાતો તેના મોઢે શોભતી હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું. કટોકટીના સમયે તમામ વિરોધ પક્ષના કાર્યકર્તાઓ, સંધના હોદ્દેદારો જેલમાં પુરીને યાતનાઓ આપવામાં આવી હતી. મીસાના કાયદા દ્વારા હજારો લોકોને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ કટોકટીના દિવસોમાં જેલમાં વિતાવેલા દિવસોની યાદ કરીને તે સમયે કાર્યકતાઓના જુસ્સાના દાખલાઓ ટાંકયા હતા.       

વેળાએ મુખ્યમંત્રીએ કહ્યું કે, જનસંધથી માંડીને જનતા મોરચાના નેતૃત્વમાં ચુંટણીઓ લડાય હતી. કટોકટી વેળાએ યાતના ઓથી ભાવનાએ બઢતી હૈના નારાઓ સાથે હજારો કાર્યકતાઓએ જુસ્સાભેર ડગ્યા વગર ઝીક ઝીલી હતી.       

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકતાઓના ત્યાંગ, બલિદાનોના સંધર્ષના કારણે સત્તા પ્રાપ્ત થઈ છે. કાર્યકર્તાઓના બલિદાનોને ઠેસ પહોચે તે જોવાની આપણા સૌની જવાબદારી છે. લોકતંત્રમાં આપણી પંચ નિષ્ઠાએ આપણી જવાબદારી હોવાનું કહીને જણાવ્યું કે, આપણી પાસે કમિટમેન્ટ સાથે કાર્ય કરનારા કાર્યકર્તાઓ છે. જીવશુ ભાજપમાં મરશુ ભાજપમાં જેવી નિષ્ઠા સાથે કાર્યકર્તાઓ કાર્ય કરી રહ્યા છે. આપણી પાર્ટી સત્તા માટે નહી વિચાર માટે લડનારી પાર્ટી હોવાનું મુખ્યમંત્રીશ્રી જણાવ્યું હતું.

 

(11:43 pm IST)
  • સાબરકાંઠાના અરવલ્લીના પશુપાલકો માટે સારા સમાચાર : ગાયના દુધના ભાવમાં કિલો ફેટે રૂ.૨૦નો વધારો : ભેસના દુધના ભાવમાં કિલો ફેટે રૂ.૩૦નો વધારો : સાબરડેરીએ દુધના ભાવમાં વધારો કર્યો access_time 1:08 pm IST

  • મોડીરાત્રે મુંબઈના બોરીવલી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો :રાત્રે 10-30 વાગ્યાથી વરસાદ વરસી રહયો છે access_time 11:02 pm IST

  • પાકિસ્તાનમાં ભારતીય રાજદૂતો સાથે ગેરવર્તણુક : ભારતે નોંધાવ્યો વિરોધ : ગેરવર્તણુકના ૬ મામલામાં નોંધાવ્યો વિરોધ : ૧૩મીએ ભારતીય રાજદૂતોનો પીછો કરાયો હતો તેમજ ઈફતાર પાર્ટીમાં પણ ગેરવર્તણુક કરાઈ હતી access_time 3:40 pm IST