Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ગેરશિસ્ત મામલે કોંગ્રેસનું આક્રમક વલણ :કાર્યાલયમાં હંગામો કરવા બદલ નીરવ બક્ષી સહીત આઠને સસ્પેન્ડ કરાયા

અમદાવાદ ;પક્ષમાં ગેરશિસ્ત આચરનારા સામે કોંગ્રસે એક્શન  મોડમાં આવીને આક્રમક વલણ અપનાવ્યું છે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે શશીકાંત પટેલની વરણી બાદ આજે કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષીના પુત્ર નિરવ બક્ષીએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં આવી હંગામો અને તોડફોડ કરી હતી તેના કારણે નિરક્ષ બક્ષી સહિત તેના સાથીદારોને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ ગઇકાલે  12 જિલ્લાના નવા પ્રમુખોની જાહેરાત કરી હતી. અમદાવાદ જિલ્લાના નવા પ્રમુખ તરીકે ઘાટલોડિયામાં ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી લડેલા ઉમેદવાર શશીકાંત પટેલની વરણી કરવામાં આવી હતી. જેથી કોંગ્રેસનું એક જૂથ નારાજ થયું હતું.

  આજે અમદાવાદ કોંગ્રેસના નેતા સુરેન્દ્ર બક્ષીના પુત્ર નિરવ બક્ષી અને તેના સાથીદારોએ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં તોડફોડ કરી હંગામો મચાવ્યો હતો. કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા શિસ્ત ભંગના પગલા લેતા નિરક્ષ બક્ષી, રાજુ ઘોડીયા, ફાગ્લુન મિસ્ત્રી, રાકેશ પરમાર, શિવમ ભટ્ટ, ચિરાગ કલાલ, પવન કાપદીયા, ભુપેશ પ્રજાપતિને પક્ષમાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 

(10:42 pm IST)