Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

પ્રાતીજ નજીક કારમાં બેસાડી વેપારીનું અપહરણ કરી 10 લાખની માંગણી કરી

પ્રાંતિજ:ના તાજપુરકૂઈથી વેપારીને વિશ્વાસમાં લઇ કારમાં બેસાડી લઇ જઇ તેનું અપહરણ કરી તેની પાસે રહેલ ૧૧૫૦ની લૂંટ કરી ગડદાપાટુનો માર મારી ૫૦ લાખની ખંડણી માંગી હતી અને ૧૦ લાખની ખંડણી લઇને વેપારીને મુક્ત કર્યો.
પ્રાંતિજના તાજપુરકૂઈ ખાતે રહેતાં સુશીલકુમાર શર્મા (ઉ.વર્ષ-૩૭) એન્જીનીયરીંગ વર્કસ નામનું ટ્રેઇલર તથા ટેન્કર બનાવવાનું કારખાનું છે ત્યારે પણ અપહરણકારીઓ ગ્રાહકના વેશમાં આવી પહેલા વેપારીને ફોન દ્વારા કહ્યું કે તમે ક્યાં છો મારે ત્રણ ટેન્કર બનાવવાનાં છે પછી વેપારીને ફોન કરી પ્રાંતિજ ત્રણ રસ્તા બોલાવી વેપારી તેની બોલરો ગાડી જીજે૯ - બીબી૧૪૪૨ સાથે લઇ આવી તેમાં બે માણસ બેસી ગયાં ને આગળ ભીલોડા તરફ લઇ જઇ કોતરો જેવાં વિસ્તારમાં ઊભી રખાવી ચાર અપહરણકર્તાઓ ભેગા થઇને તેના ફો છીનવી તેની પાસે રહેલ પર્સ લઇને તેમાં રહેલ ૧૧૫૦ કાઢી લઇને લૂંટ કરી તથા અન્ય ત્રણ જણાએ વેપારીને હાથપગ બાંધી ગડદાપાટુનો મારમારી મારી નાંખવાની ધમકી આપી વેપારી પાસે ૫૦ લાખની ખંડણી માંગી અને વેપારીને તેના ફોન દ્વારા જાતે તે ઘરે તથા સગાસંબંઓ પાસે ખંડણીની રકમ પેટે રૃપિયા માંગવાની વાત કરતા વેપારીએ ઘરે તથા મિત્રો પાસે અપહરણકર્તાઓના કહેવા પ્રમાણે રકમ માગતા તેઓના મિત્ર પાસે રજુઆત કરતાં વડવાસાના પ્રહલ્લાદભાઇએ એટલી રકમ તો નહીં થાય પણ આજુબાજુમાં થઇ દસ લાખની વાત કરતાં અપહરણકર્તા માની ગયાં હતાં અને વેપારીને કીધું અમે કહીએ તેમ તું ફોન કર કે હું થોડું કામ છે જેથી મારા સંબંધીઓને તમારે ત્યાં બોલરો ગાડી લઇને મોકલું છું તમે આપી દેજો તેવું ફોન ઉપર કહેવડાવી અપહરણકર્તાઓએ વેપારી સુનીલ કુમારને તેઓની ઈકો કારમાં લને બેસી રહ્યાં અને બે જણાં વડવાસા ખાતેથી વેપારીના મિત્રોના ઘરેથી દશ લાખ લઇ આવીને તેને તેની ગાડી બોલેરો સાથે છોડી મૂક્યો હતો તો બંધક વેપારી તેના કારખાને પહોંચી તેના ભાઇઓ તથા મિત્રો સગાસંબંધીઓને વાત કરતા પરીવાર તથા સગાસબંધીઓ ચોંકી ઊઠયા હતાં અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યાં હતાં અને ફરીયાદી કારખાનાં માલિક સુનીલકુમાર શર્માની ફરિયાદના આધારે રાકેશ તથા અન્ય ત્રણ સહીત ચાર અજાણ્યા અપહરણકારો સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પ્રાંતિજ પી.આઇ. વી.આર. ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

(5:49 pm IST)