Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

વડોદરા નજીક આજવામાં દારૂની મહેફિલ માણતા પતિ-પત્ની અને પુત્રી સહીત આંઠની ધરપકડ

વાઘોડિયા તાલુકાના આજવા નજીક આવેલા જુના રામપુરા ગામની સીમમાં અશોકભાઇના ફાર્મહાઉસમાં રવિવારે રજાના દિવસે ભર બપોરે દારૃની પાર્ટી કરતા પતિ-પત્ની, પિતા-પુત્રી સહિત આઠ નબીરા રંગે હાથ ઝડપાયા હતાં.

પોલીસે દારૂની ખાલી બોટલો, સાત મોબાઇલ ફોન, એક અક્સયુવી મહિન્દ્રા ગાડી અને બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી  કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયા પોલીસ આજવા નજીક રવિવારના દિવસે બંદોબસ્તમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જુના રામપુરા ગામની સીમમાં આવેલ અશોકભાઇ પરમારના ફાર્મ હાઉસમાં કેટલીક વ્યક્તિઓ દારૃની મહેફિલ માણે છે, જેથી પોલીસ ફાર્મ હાઉસ પર પહોંચી ગઇ હતી. 

(5:46 pm IST)